વિકાસ દુબેના એન્કાઉન્ટર પર બોલ્યા અખિલેશ, 'કાર નથી પલટી, સરકાર પલટતા બચી ગઈ'
Trending Photos
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કાનપુર અથડામણના મુખ્ય આરોપી વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યાં છે. અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે 'હકીકતમાં આ કાર નથી પલટી પણ રહસ્ય ખુલવાથી સરકાર પલટતી બચી છે'
આ અગાઉ પણ અખિલેશે વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ થયા બાદ યોગી સરકારને પૂછ્યું હતું કે સરકાર જણાવે કે આ આત્મસમર્પણ છે કે ધરપકડ. આ સાથે જ અખિલેશ યાદવે મોબાઈલની સીડીઆર એટલે કે કોલ ડિટેલ રિપોર્ટ પણ સાર્વજનિક કરવાની વાત કરી હતી.
दरअसल ये कार नहीं पलटी है, राज़ खुलने से सरकार पलटने से बचाई गयी है.
— Akhilesh Yadav (@yadavakhilesh) July 10, 2020
વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર
આઠ પોલીસકર્મીઓની ઘાતકી હત્યાને અંજામ આપનારો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. વિકાસ દુબેને લઈને કાનપુર આવી રહેલી એસટીએફના કાફલાની એક કાર કાનપુર હાઈવે પર પલટી ગઈ હતી. કહેવાય છે કે હથિયાર છીનવવાની કોશિશમાં ગાડી પલટી હતી. વિકાસ દુબેએ કાર પલટી જતા ઘાયલ થયેલા પોલીસકર્મીની પિસ્તોલ છીનવીને ભાગવાની કોશિશ કરી અને આ દરમિયાન પોલીસ અને વિકાસ દુબે વચ્ચે એન્કાઉન્ટર ચાલુ થઈ ગયું. વિકાસે પોલીસ પર ફાયરિંગ કર્યું અને સ્વબચાવમાં પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી જેમાં ઘાયલ થયેલા વિકાસ દુબેને જે હોસ્પિટલમાં લઈ જવાયો. હોસ્પિટલમાં ડોક્ટરોએ પણ એ વાતને સત્તાવાર સમર્થન આપ્યું છે કે વિકાસ દુબે હવે આ દુનિયામાં નથી.
Body of gangster Vikas Dubey who was killed in police encounter today, at LLR Hospital in Kanpur. pic.twitter.com/82X50eFiaJ
— ANI UP (@ANINewsUP) July 10, 2020
કેવી રીતે શરૂ થયું એન્કાઉન્ટર
યુપી પોલીસના આઠ જવાનોની બર્બરતાથઈ હત્યા કરવાની વારદાતનો મુખ્ય આરોપી વિકાસ દુબેને લઈને યુપી એસટીએફનો કાફલો કાનપુર આવી રહ્યો હતો. ગાડીઓ કાનપુરમાં પ્રવેશી ચૂકી હતી. સ્પીડમાં હતીં. ભારે વરસાદ પડી રહ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ ગાડી અચાનક પલટી ગઈ પણ કહેવાય છેકે ગાડીમાં બેઠેલા વિકાસ દુબેએ કાનપુરમાં ગાડી પ્રવેશતા જ પોલીસકર્મીની પિસ્તોલ છીનવવાની કોશિશ કરી હતી. આ દરમિયાન ગાડી પલટી ગઈ. જેમાં વિકાસ દુબે અને પોલીસકર્મી ઘાયલ થયા. આમ છતાં વિકાસ દુબેએ પિસ્તોલ છીનવીને ભાગવાની કોશિશ કરી. ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ. એસટીએફએ વિકાસને હથિયાર બાજૂ પર મૂકીને સરન્ડર કરવાનું કહ્યું. છતાં વિકાસ ન માન્યો અને પોલીસે મજબૂરીમાં એન્કાઉન્ટર કરવું પડ્યું.
અથડામણ બાદ વિકાસ દુબેને કાનપુરની લાલા લજપતરાય હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરોએ પણ તેને મૃત જાહેર કર્યો.અત્રે જણાવવાનું કે ગુરુવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં કાનપુર અથડામણ કેસનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે ધરપકડ કરાયો હતો. એસટીએફ તેને લઈને સડકમાર્ગે કાનપુર માટે રવાના થઈ હતી. કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યાનો આરોપી વિકાસ દુબે ત્યારબાદ ફરાર હતો. કાનપુર આઈજી મોહિત અગ્રવાલે પણ નિવેદન આપતા કહ્યું કે અકસ્માતમાં 4 પોલીસકર્મી ઘાયલ થયા છે. જ્યારે વિકાસ દુબે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.
#WATCH Media persons, who were following the convoy bringing back gangster Vikas Dubey, were stopped by police in Sachendi area of Kanpur before the encounter around 6.30 am in which the criminal was killed. (Earlier visuals) pic.twitter.com/K1B56NGV5p
— ANI UP (@ANINewsUP) July 10, 2020
ઘટના બાદ છૂપાતો ફરતો હતો વિકાસ
પકડાયો તે પહેલાના 150 કલાક સુધી વિકાસ દુબે પોલીસથી ભાગતો ફરતો હતો. સમગ્ર યુપીમાં તેની શોધ ચાલુ હતી આ સાથે અન્ય રાજ્યોની પોલીસ પણ તેને શોધી રહી હતી. કાનપુરથી ભાગીને તે દિલ્હી ગયો અને ત્યાંથી ફરીદાબાદ પહોંચ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તેની તસવીરો પણ સામે આવી હતી. એવી પણ ચર્ચાઓ હતી કે તે કોઈ ન્યૂઝ ચેનલમાં સરન્ડર કરી શકે છે. પણ આ બધા વચ્ચે વિકાસ દુબે મધ્ય પ્રદેશ પહોંચી ગયો અને ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરથી પકડાયો.
અત્રે જણાવવાનું કે ગુરુવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં કાનપુર અથડામણ કેસનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે ધરપકડ કરાયો હતો. એસટીએફ તેને લઈને સડકમાર્ગે કાનપુર માટે રવાના થઈ હતી. કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યાનો આરોપી વિકાસ દુબે ત્યારબાદ ફરાર હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે