SAMSUNG કંપનીનો ધમાકો, દુનિયાનો સૌથી પહેલો 6 કેમેરાવાળો ફોન કર્યો લોન્ચ

Samsung Galaxy Fold: સેમસંગે દુનિયાનો સૌથી પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન (Samsang Galaxy Fold) કર્યો છે. 2019માં આ સ્માર્ટફોનની રાહ જોવાય છે.  ફિચર્સને લઇને આ ફોન વધુ ચર્ચામાં આવ્યો છે. હથેળીમાં રહેતો ટચૂકડો ફોન ખોલ્યા બાદ 7.3 ઇંચનું એક ટેબ્લેટ બની જાય છે. આ ઉપરાંત કંપનીએ પહેલો 5જી સ્માર્ટફોન Samsang Galaxy S10 %G Sports પણ લોન્ચ કર્યો છે. આ સિંગલ સિમ સ્માર્ટફોન છે. Samsang Galaxy Foldની ડિસ્પ્લે 4.6 ઇંચનું છે. પરંતુ ફોલ્ડ ખોલતાં આ 7.3 ઇંચનું ટેબ્લેટ બની જાય છે.

SAMSUNG કંપનીનો ધમાકો, દુનિયાનો સૌથી પહેલો 6 કેમેરાવાળો ફોન કર્યો લોન્ચ

નવી દિલ્હી : સેમસંગે દુનિયાનો સૌથી પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન (Samsang Galaxy Fold) કર્યો છે. 2019માં આ સ્માર્ટફોનની રાહ જોવાય છે.  ફિચર્સને લઇને આ ફોન વધુ ચર્ચામાં આવ્યો છે. હથેળીમાં રહેતો ટચૂકડો ફોન ખોલ્યા બાદ 7.3 ઇંચનું એક ટેબ્લેટ બની જાય છે. આ ઉપરાંત કંપનીએ પહેલો 5જી સ્માર્ટફોન Samsang Galaxy S10 %G Sports પણ લોન્ચ કર્યો છે. આ સિંગલ સિમ સ્માર્ટફોન છે. Samsang Galaxy Foldની ડિસ્પ્લે 4.6 ઇંચનું છે. પરંતુ ફોલ્ડ ખોલતાં આ 7.3 ઇંચનું ટેબ્લેટ બની જાય છે. ગેલેક્સી ફોલ્ડમાં બે બેટરી અન 6 કેમેરાનો ઉપયોગ કરાયો છે. કંપનીએ કહ્યું કે આ ફોન 26 એપ્રિલના રોજ બજારમાં ઉપલબ્ધ થશે. આ ફોનની અંદાજિત કિંમત 1980 ડોલર (અંદાજે 1.4 લાખ) થી શરૂ થશે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પસંદગીની જગ્યાઓ પર આ સ્માર્ટફોનનું વેચાણ 26 એપ્રિલથી શરૂ થશે. આ સ્માર્ટફોન ગ્રીન, બ્લૂ, સિલ્વર અને બ્લેક કલરમાં ઉપલબ્ધ કરાશે. 

Samsang Galaxy Foldના સ્પેશિફિકેશનની વાત કરીએ તો 7.3 ઇંચની QXGA+ Dynamic AMOLED ડિસ્પ્લે છે. કવર ડિસ્પ્લે 4.6 ઇંચનું HD+ Super AMOLED છે. 7nm 64 bit octa core પ્રોસેસરનો ઉપયોગ કરાયો છે. 12 જીબી રેમ અને 512 જીબી મેમરી છે. આ સ્માર્ટફોનમાં માઇક્રો એસડી કાર્ડનો ઉપયોગ મેમરી વધારવા કરી શકાશે નહીં. 

ટ્રિપલ રિયર કેમરા 16 મેગા પિક્સલ અને 12 મેગા પિક્સલનો ઉપયોગ કરાયો છે. સેલ્ફી કેમેરાની વાત કરીએ તો જ્યારે આ ફોન અનફોલ્ડ રહેશે ત્યારે 10 મેગા પિક્સલ અને 8 મેગા પિક્સલનો સેલ્ફી કેમેરા કામ કરશે. આ ઉપરાંત 10 મેગા પિક્સલનો સેલ્ફી કેમારા અલગથી આપવામાં આવ્યો છે. જે કવર ડિસ્પ્લે ઉપર લગાવેલો છે. બેટરીની વાત કરીએ તો ડ્યુઅલ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની કુલ કેપેસિટી 4380 mAh છે. 

કંપની તરફથી કહેવાયું છે કે, આ એક લક્ઝરી ફોનની જેમ છે. જ્યાં મોટા સ્ક્રીન પર એક સાથે ત્રણ એપ ચલાવી શકાશે. જેમ કે એક જ સમયે તમે યૂટ્યૂબ પર કોઇ દેશની યાત્રાનો વીડિયો જોઇ શકો છે, પોતાના મિત્રને એ અંગે મેસેજ મોકલી શકો છો અને એ જ સમયે આ યાત્રા અંગે ઇન્ટરનેટ પર સર્ચ પણ કરી શકાશે. 

આ ઇવેન્ટમાં કંપનીએ મોસ્ટ અવેટેડ Samsang Galaxy S10 સીરીઝના ત્રણ સ્માર્ટફોન Samsung Galaxy S10, Samsang Galaxy S10+ અને Samsung Galaxy S10e લોન્ચ કર્યો છે. પહેલી વખત આ સ્માર્ટફોનમાં સેમસંગે ટ્રિપલ રિયર કેમેરાનો ઉપયોગ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news