Exclusive: ગલવાનન નવી સેટેલાઇટ તસવીરો, ઝડપ થઈ ત્યાં ચીને કર્યું નિર્માણ


અમેરિકાની સ્પેસ ટેક્નોલોજીએ ગલવાનની નવી તસવીરો જારી કરી છે. ગલવાનમાં જ્યાં ઝડપ થઈ તે જગ્યાની નવી તસવીરો સામે આવી છે. આ સ્થાન પર ચીને નિર્માણ કર્યું છે. 

Exclusive: ગલવાનન નવી સેટેલાઇટ તસવીરો, ઝડપ થઈ ત્યાં ચીને કર્યું નિર્માણ

નવી દિલ્હીઃ અમેરિકાની સ્પેસ ટેક્નોલોજીએ ગલવાન ઘાટી (Galwan valley)ની નવી સેટેલાઇટ તસવીર જારી કરી છે. નવી સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઝડપ થઈ તે સ્થળે ચીને નિર્માણ કર્યું છે. ગલવાન ઘાટીની આ તસવીરો 22 જૂનની છે. સેટેલાઇટ તસવીરોમાં એલએસી અને પેટ્રોલ પોઈન્ટ 14ને દેખાડવામાં આવ્યા છે. અહીં પર બંન્ને સેનાઓ વચ્ચે ટકરાવ થયો હતો. 

સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગલવાન ઘાટીમાં ઝડપ વાળા સ્થળની પાસે ચીને રસ્તાનું નિર્માણ કર્યું છે. તસવીરોમાં ચીની સેનાની ટેન્ક કંપની પણ જોવા મળી રહી છે. કોગ્કા દર્રેની પાસે ચીની સેનાનો બેઝ જોવા મળી રહ્યો છે. ગલવાન ઘાટીમાં ચીની સેનાના બેઝની પણ તસવીરો જોવા મળી રહી છે. 

ઉલ્લેખનીય છે કે 15 જૂનની રાત્રે લદ્દાખમાં ભારતની સેના અને ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી  (PLA)એ વચ્ચે ગલવાન ખાટીમાં હિંસક ઝડપ થઈ હતી. આ હિંસક ઝડપ લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ  (LAC)ની પાસે ગલવાન ઘાટીમાં થઈ હતી. PLAના સૈનિકોએ એલએસી પર ભારતના વિસ્તારમાં આવીને પોતાનો કેમ્પ લગાવ્યો હતો. ભારતીય જવાન આ કેમ્પને હટાવવા માટે પહોંચ્યા હતા. ત્યારે ચીની સેનાએ ભારતીય જવાન પર હુમલો કર્યો હતો. તેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news