સુહાગરાત મનાવવા રૂમમાં ગયા પતિ-પત્ની, એ રાતે એવું તો શું થઈ ગયું કે બંનેનાં થયાં મોત
Trending News: ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં એક મોટો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં લગ્ન બાદ સુહાગરાતની સવારે બેડ પર દુલ્હા અને દુલ્હનની લાશ મળી આવતા હડકંપ મચી ગયો. આ મામલો કૈસરગંજ પોલીસમથક હદનો છે.
Trending Photos
Trending News: ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં એક મોટો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં લગ્ન બાદ સુહાગરાતની સવારે બેડ પર દુલ્હા અને દુલ્હનની લાશ મળી આવતા હડકંપ મચી ગયો. આ મામલો કૈસરગંજ પોલીસમથક હદનો છે. જ્યાં ગોડહિયા નંબર ચારમાં નવ દંપત્તિની સુહાગરાતવાળા દિવસે સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થઈ ગયું. આ ઘટના બાદ ગામમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની સૂચના મળતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતના યોગ્ય કારણોની વાત કરી રહી છે.
સુહાગરાત બાદ બિસ્તર પર જોવા મળી લાશો
કૈસરગંજ વિસ્તારના ગોડહિયા નંબર ચાર રહીશ સુંદરલાલના પુત્ર પ્રતાપ (23)ના લગ્ન ગોડહિયા નંબર 3 ગુલ્લનપુરવા ગામ રહીશ પરસરામની પુત્રી પુષ્પા સાથે 30 મેના રોજ નિર્ધારિત થયા હતા. 30મી મેના રોજ ગોડહિયા નંબર 4માં જાન આવી. 31મી મેના રોજ હસી ખુશીથી જાન પાછી ગામ પહોંચી. સુહાગરાતવાળા દિવસે મોડી રાતે નવ દંપત્તિ પોતાના રૂમમાં જતા રહ્યા. ગુરુવારની સવારે દંપત્તિના રૂમનો દરવાજો જ્યારે ઘણીવાર સુધી પણ ન ખુલ્યો તો પરિવારના લોકો પરેશાન થવા લાગ્યા. તમામે રૂમમાં જોયું તો પુષ્પા અને પ્રતાપ રૂમમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા. પરિવારના લોકોએ જ્યારે દરવાજો ખુલ્યો તો બંને મૃત અવસ્થામાં મળી આવ્યા. જેના લીધે બધા સ્તબ્ધ થઈ ગયા.
મોતના કારણોની ભાળ મેળવવામાં લાગી પોલીસ
વરરાજા પક્ષના લોકોએ વધુ પક્ષના લોકોને આ અંગે સૂચના આપી. બંનેના પરિવારવાળા ભેગા થયા. ઘટનાથી ગામમાં કોહરામ મચી ગયો. રોકકળ મચી ગઈ. પોલીસને ઘટનાની જાણકારી આપવામાં આવી. પ્રભારી નીરિક્ષક રાજનાથ સિંહ અને પોલીસ ક્ષેત્રાધિકારી કમલેશ સિંહ પણ ગામ પહોંચ્યા. પોલીસકર્મી રાજનાથ સિંહનું કહેવું છે કે તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતના સાચા કારણ અંગે જાણી શકાશે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
રિપોર્ટ- રાજીવ શર્મા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે