Live: નવી મુંબઇની પાસે ઉરણના LPG પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, ત્રણના મોત
નવી મુંબઇની નજીક આવેલા ઉરણ સ્થિત એલપીજી પ્લાન્ટમાં મંગળવાર સવારે ભીષણ આગ લાગાવની ઘટના બની છે. આ ઘટનામાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા છે. આગમાં ત્રણ અન્ય ઓએનજીસીના કર્મચારી પણ દાઝ્યા છે
Trending Photos
મુંબઇ: નવી મુંબઇની નજીક આવેલા ઉરણ સ્થિત એલપીજી પ્લાન્ટમાં મંગળવાર સવારે ભીષણ આગ લાગાવની ઘટના બની છે. આ ઘટનામાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા છે. આગમાં ત્રણ અન્ય ઓએનજીસીના કર્મચારી પણ દાઝ્યા છે. ઇજાગ્રસ્ત કર્મચારીઓને ઓએનજીસી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.
આગ મંગળવાર સવારે 7 વાગી 20 મીનિટ પર લાગી હતી. અહીં બ્લાસ્ટનો જોરદાર અવાજ સંભળાયો હતો. સુરક્ષાની દ્રષ્ટિથી લગભગ એક કિલોમીટરના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. એલપીજી પ્લાન્ટની આસપાસ ન જવા માટે સૂચના આપવામાં આવી છે.
A fire broke out in storm water drainage early morning 2day in Uran oil & gas processing plant.ONGC fire services & crisis managemnt team immediately pressed in2 action. Fire is being contained. No impact on Oil processing.Gas diverted to Hazira Plant. Situation is being assessed
— ONGC (@ONGC_) September 3, 2019
આગ લાગવાના કારણો હજી સુધી જાણી શકાયા નથી. ઓએનજીસી અને ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. ડોઢ કલાક બાદ પર આગ પર કાબુ મેળવી શકાયો નથી.
ઓએનજીસીએ ટ્વિટ કરી આગ લાગવાની પુષ્ટિ કરી છે. ઓએનજીસીએ કહ્યું કે, આગના કારણે ઓઇલ પ્રોસેસિંગ પ્રભાવિત થયું નથી. તેમજ ગેસને હજીરા પ્લાન્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે