સોલિસિટર જનરલ તુષાર મહેતા રાજીનામુ આપે, TMC સાંસદોએ રાષ્ટ્રપતિને મળી કરી માંગ
એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું- અમે અત્યારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને એસજી, તુષાર મેહતાના કાર્યાલય સંબંધિત મોટા અન્યાયના મામલામાં તેમને આવેદન પત્ર સોંપ્યુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સાંસદોના એક પ્રતિનિધિમંડળે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને તુષાર મેહતાને સોલિસિટર જનરલના પદેથી હટાવવાની માંગ કરી છે.
એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું- અમે અત્યારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને એસજી, તુષાર મેહતાના કાર્યાલય સંબંધિત મોટા અન્યાયના મામલામાં તેમને આવેદન પત્ર સોંપ્યુ છે. અમે એસજીના તત્કાલ રાજીનામાની માંગ કરીએ છીએ. એકંદર ગેરવર્તન અને અયોગ્યતાનો આધાર.
We have just met with the President and submitted a memorandum to him regarding the matter of great impropriety concerning the office of SG, Tushar Mehta. We ask for the immediate resignation of the SG on the grounds of gross misconduct and impropriety: Mahua Moitra, TMC MP pic.twitter.com/2R1EzxjcGO
— ANI (@ANI) July 5, 2021
તેમણે કહ્યું કે, 1 જુલાઈએ પશ્ચિમ બંગાળ વિધાનસભાના ધારાસભ્ય અને વિપક્ષ નેતા શુભેંદુ અધિકારીએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે તેમના આવાસ પર મુલાકાત કરી અને ત્યારબાદ 10 અકબર રોડ સ્થિત સોલિસિટર જનરલના ઘર માટે રવાના થયા. આ વચ્ચે એક અન્ય ટીએમસી સાંસદ સુખેંદુ શેખરે કહ્યુ, એસજી શુભેંદુ અધિકારીને ન મળવા માટે માફી માંગી રહ્યાં છે. તેમને (શુભેંદુ અધિકારીને) તેમના આવાસમાં પ્રવેશ કરવાની મંજૂરી કોણે આપી?
તુષાર મેહતાને પ્રતિષ્ઠિત પદ પરથી હટાવવાની માંગ કરતા તેમણે આગળ કહ્યુ કે, મેહતાએ બાર કાઉન્સિલના નિયમો, પ્રોફેશનલ નૈતિકતાનું ઉલ્લંઘન કર્યુ છે અને તેમને હટાવવા જોઈએ. તમને જણાવી દઈએ કે ટીએમસી નેતા 1 જુલાઈએ શુભેંદુ અધિકારીની સાથે મેહતાની કથિત મુલાકાત પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ પહેલા ટીએમસીએ પ્રધાનમંત્રીની સાથે તેની કથિત બેઠર પર મેહતાને સોલિસિટર જનરલના પદેથી હટાવવાની માંગ કરી હતી.
ટીએમસીએ પોતાના પત્રમાં આરોપ લગાવ્યો કે નારદા મામલા અને શારદા ચિટફંડ કૌભાંડમાં આરોપી અધિકારીએ કેસના પરિણામને પ્રભાવિત કરવા માટે એસજીની સાથે બેઠક કરી છે. પરંતુ મેહતાએ ભાજપના નેતા સાથે બેઠકનો ઇનકાર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે