સરકારે રેસ્ટોરેન્ટ, ધાર્મિક સ્થળો, મોલ અને ઓફિસ માટે જાહેર કરી નવી ગાઇડલાઇન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 'અનલોક-1' દરમિયાન કોરોના વાયરસના કેસ વધતા શુક્રવારે રાત્રે રેસ્ટોરેન્ટ, હોટલ, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ અને ઓફિસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 'અનલોક-1' દરમિયાન કોરોના વાયરસના કેસ વધતા શુક્રવારે રાત્રે રેસ્ટોરેન્ટ, હોટલ, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ અને ઓફિસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ પરિસરોમાં ફક્ત કોરોનાના લક્ષણ વિનાના લોકો અને એકવારમાં સીમિત સંખ્યામાં પ્રવેશ આપવા જેવી સાવધાની પર ભાર મુકવામાં આવ્યો છે. આ દિશા-નિર્દેશ તસવીરો સાથે જાહેર કરવામાં આવ્યો છે.
આ પહેલાં ચાર જૂનના રોજ મંત્રાલયે સરકારી તથા અર્ધસરકારી પરિસરો માટે સ્ટાડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જાહેર કરી હતી પરંતુ હવે લોકોને તેને સારી રીતે સમજાવવા માટે મંત્રાલયે રંગબેરંગી તસવીરોવાળા દિશા-નિર્દેશો નવા ફોર્મેટમાં જાહેર કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જેમ-જેમ અમે અનલોક-1માં આગળ વધી રહ્યા છીએ, તેમ-તેમ કોરોના વાયર્સને રોકવા માટે આપણા માટે કોવિડ સંબંધી યોગ્ય આચરણનું પાલન કરવું જરૂરી છે.
સામાન્ય રીતે નીચે આપવામાં આવેલી સાવધાની વર્તવા માટે કહ્યું
- ચહેરો કવર કવા માટે ફેસ માસ્ક અથવા કપડાનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.
- સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરો.
- સાર્વજનિક સ્થાન પર થૂંકવાની સખત મનાઇ.
- સાબુ/સેનિટાઇઝરથી નિયમિત સમયે હાથ ધોતા રહેવું.
- સાર્વજનિક સ્થળો પર પ્રવેશ માટે લાઇનમાં ઉભા રહેતી વખતે 6 ફૂટનું અંતર બનાવી રાખો.
- રૂમાલ તથા અન્ય વસ્તુઓ મોંઢા અને નાકને સારી રીતે કવર કરો.
ધાર્મિક સ્થળ માટે નવી ગાઇડલાઇન જાહેર, તેમાં આ સાવધાનીઓ વર્તવા માટે કહેવામાં આવ્યું
- લક્ષણ વિનાના વ્યક્તિઓને જ મંદિરમાં પ્રવેશની અનુમતિ રહેશે.
- સેનિટાઇઝરની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.
- એટ્રેંસ ગેટ પર થર્મલ સ્ક્રીનિંગ અનિવાર્ય છે.
- જૂતા અથવા ચંપલ વાહન અથવા બહાર જ નિકાળવા પડશે.
- સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમ અનુસાર બેસવું પડશે.
- મૂર્તિ, દેવ પ્રતિમા અને પુસ્તકોને સ્પર્શ કરવાની અનુમતિ નહી હોય.
- ગ્રુપમાં ભક્તિ સંગીત ગીત વગાડવાનું ટાળો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે