સીતાજીનો જન્મ રામાયણ કાળમાં ટેસ્ટ ટ્યૂબ ટેક્નોલોજીથી થયો હતો: દિનેશ શર્મા

ત્રિપુરાનાં ભાજપનાં મુખ્યમંત્રી બિપ્લવ દેવ કરતા વધારે એક જ્ઞાની વ્યક્તિની ભાજપમાં એન્ટ્રી

સીતાજીનો જન્મ રામાયણ કાળમાં ટેસ્ટ ટ્યૂબ ટેક્નોલોજીથી થયો હતો: દિનેશ શર્મા

લખનઉ : ત્રિપુરાનાં ભાજપનાં મુખ્યમંત્રી બિપ્લવ દેવ બાદ હવે ઉત્તરપ્રદેશનાં ઉપમુખ્યમંત્રી દિને શર્મા ચર્ચામાં છે.તેમણે હાલમાં જ એક વિવાદિત નિવેદન આપ્યું છે જેનાં કારણે તેઓ ચર્ચામાં છે. ઉપમુખ્યમંત્રીએ દેવી સીતા અંગે વિવાદિત નિવેદન આપતા તેમને ટેસ્ટ ટ્યુબ બેબી ગણાવ્યા હતા. યુપીનાં મથુરામાં આયોજીત એક સમારંભમાં પહોંચેલા ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે પત્રકારત્વ મહાભારત કાળથી થતું આવે છે. 

શર્માએ કહ્યું કે, સીતા માતાનો જન્મ જમીનની અંદર ઘડામાં થયો હતો. તેનો અર્થ સ્પષ્ટ છે કે, રામાયણ કાળમાં ટેસ્ટ ટ્યુબ બેબીનો કોન્સેપ્ટ હતો. એટલું જ નહી તેમણે કહ્યું કે આજે લાઇવ ટેલિકાસ્ત થાય છે પરંતુ તેમને લાગે છે કે આ પ્રકારની ટેક્નોલોજી મહાભારત કાળમાં હતી. મહાભારતનાં યુદ્ધનું લાઇવ ટેલિકાસ્ટ સંજયે ધૃતરાષ્ટ્રને કહી સંભળાવ્યું હતું. ડો. દિનેશ ર્માએ પહેલા ત્રિપુરાનાં મુખ્યમંત્રી બિપ્લવ દેવ પણ આ પ્રકારનાં વિવાદિત નિવેદનો આપી ચુક્યા છે. 

યુપીનાં ડેપ્યુટી સીએમએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, મોતિયાબિંદનું ઓપરેશન, પ્લાસ્ટિક સર્જરી, ગુરૂત્વાકર્ષણ સિદ્ધાંત, પરમાણુ પરિક્ષણ અને ઇન્ટરનેટ જેવી તમામ આધુનિક ટેક્નીક પૌરાણીક કાળમાં ચાલુ થઇ હતી. તેમણે કહ્યું કે, ગૂગલ હાલ ચાલુ થયું છે પરંતુ અમારૂ ગૂગલ લાંબા સમય પહેલા જ ચાલુ થઇ ગયું હતું. નારદ મુનિ માહિતી અને પ્રસારણનું પ્રતિક હતા. તેઓ કોઇ પણ સ્થળેથી કોઇ પણ માહિતી ત્રણ વખત નારાયણ બોલીને પહોંચાડી દેતા હતા. તેમણે કહ્યું કે, વ્યક્તિએ પોતાનાં ગૌરવશાળી ઇતિહાસને યાદ રાખવો જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news