કોરોનાને હરાવશે ભારત! 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 548 જિલ્લા જડબેસલાક લોકડાઉન
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 471 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ અત્યાર સુધી તેમાંથી 32 દર્દીઓ સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયા છે. જ્યારે 9 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કારણે દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 548 જિલ્લા લોકડાઉન કરાયા છે. મહારાષ્ટ્રમાં આજથી કર્ફ્યૂ લાગુ છે રાજ્યમાં કોરોનાના 98 કેસ સામે આવી ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 471 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ અત્યાર સુધી તેમાંથી 32 દર્દીઓ સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયા છે. જ્યારે 9 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કારણે દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 548 જિલ્લા લોકડાઉન કરાયા છે. મહારાષ્ટ્રમાં આજથી કર્ફ્યૂ લાગુ છે રાજ્યમાં કોરોનાના 98 કેસ સામે આવી ગયા છે. કેરળમાં પણ ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં ગઈ કાલે 28 કેસ સામે આવ્યાં. આ જ રીતે રાજ્યમાં હવે કોરોનાના કુલ 94 કેસ થયા છે.
સરકારે જે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણ રીતે લોકડાઉનની જાહેરાત કરી છે તેમાં 548 જિલ્લાઓ સામેલ છે. આ ઉપરાંત ત્રણ રાજ્યો એવા છે જેમાં કેટલાક જિલ્લાઓ લોકડાઉન છે. આ ત્રણ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઓડિશા સામેલ છે. જ્યારે સિક્કિમ અને મિઝોરમમાં હજુ કોઈ આદેશ બહાર પડાયા નથી.
કર્ફ્યૂની વાત કરીએ તો પહેલા પંજાબ, પુડ્ડુચેરી અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને દિલ્હીએ પણ પોતાના ત્યાં કર્ફ્યૂની જાહેરાત કરી. જ્યારે સોમવારે સીએમ પદ સંભાળનારા શિવરાજ સિંહ ચૌહાણે મોડી રાતે ભોપાલ અને જબલપુરમાં કર્ફ્યૂની વાત કરી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઓફિસર તાળાબંધીનું કડકાઈથી પાલન કરાવે અને નિયમ તોડનારાઓ પર કડક કાયદેસર કાર્યવાહી પણ થાય.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું કે 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણ રીતે લોકડાઉન છે. સ્થિતિની ગંભીરતા એના પરથી સમજી શકાય કે હવે દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પોત પોતાના ત્યાં લોકડાઉન જાહેર કર્યું છે. દેશમાં હવે 548 જિલ્લાઓ સંપૂર્ણ રીતે લોકડાઉનમાં છે.
જુઓ LIVE
સોમવારે કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થયાં. કોલકાતામાં કોરોનાથી પહેલા મોતનો મામલો સામે આવ્યાં છે. 55 વર્ષના કોરોના પોઝિટિવ દર્દીએ સોમવારે દમ તોડ્યો, મુંબઈમાં કોરોના વાયરસના કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. 68 વર્ષના દર્દી ફિલિપાઈન્સના નાગરિક હતાં. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા 89 થઈ છે. સોમવારે 15 કેસ નવા સામે આવ્યાં. કોરોના પીડિત દર્દીઓની સંખ્યામાં કેરળ બાદ મહારાષ્ટ્રનો નંબર છે.
ગાઝિયાબાદના કૌશાંબી વિસ્તારમાં રહેતા એક ડોક્ટરમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. તેમને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જાણકારી મુજબ દર્દી 3 દિવસ પહેલા ફ્રાન્સથી પાછા ફર્યા હતાં. કોરોના વાયરસના કારણે સમગ્ર પંજાબમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આ આદેશ બહાર પાડ્યો. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે ને સવારે બંધ કરી દેવાયો. પરંતુ લોકોની વધતી ભીડ જોતા તેને ફરીથી શરૂ કરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે