Weather Forecast: નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે કહેર! પલટાઈ રહ્યું છે હવામાન, 27 ફેબ્રુઆરી સુધી આ વિસ્તારોમાં એલર્ટ

IMD Weather Prediction: ઉત્તર ભારતમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ઠંડી ખતમ થવાને આરે છે અને ગરમીની શરૂઆત થવાની તૈયારી છે. જો કે આ બધા વચ્ચે વરસાદ અને હિમવર્ષાએ બધાને ચોંકાવી દીધા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) નું કહેવું છે કે વરસાદ અને હિમવર્ષાનો સિલસિલો કેટલાક દિવસ સુધી ચાલુ રહેશે.

Weather Forecast: નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે કહેર! પલટાઈ રહ્યું છે હવામાન, 27 ફેબ્રુઆરી સુધી આ વિસ્તારોમાં એલર્ટ

Gujarat Weather Forecast: ઉત્તર ભારતમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ઠંડી ખતમ થવાને આરે છે અને ગરમીની શરૂઆત થવાની તૈયારી છે. જો કે આ બધા વચ્ચે વરસાદ અને હિમવર્ષાએ બધાને ચોંકાવી દીધા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) નું કહેવું છે કે વરસાદ અને હિમવર્ષાનો સિલસિલો કેટલાક દિવસ સુધી ચાલુ રહેશે. વિભાગના જણાવ્યાં મુજબ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી વિસ્તારોમાં 24 ફેબ્રુઆરીએ જોવા મળી શકે છે. જેના કારણે શનિવારથી લઈને મંગળવાર સુધી વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને પશ્ચિમી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન....

આ તારીખોમાં પડી શકે વરસાદ
હવામાન ખાતાના રિપોર્ટ મુજબ હિમાચલ પ્રદેશમાં 24થી 28 તારીખ વચ્ચે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા થશે. તદઉપરાંત 26 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી વચ્ચે અલગ અલગ જગ્યાઓ પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશના હાલ પણ કઈક આવા જ છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે લોકોએ હિમવર્ષાનો પણ સામનો કરવો પડી શકે છે. આઈએમડીનું માનીએ તો 23 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ,મણિપુર, મિઝોરમ, અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જ ગાજવીજ સાથે હિમવર્ષા અને વિજળી પડવાની પણ શક્યતા છે. 

સામાન્ય કરતા વધશે ન્યૂનતમ તાપમાન
IMD ના જણાવ્યાં મુજબ 24થી 27 ફેબ્રુઆરી વચ્ચે ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં ગાજવીજ સાથે વિજળી અને ઝરમર વરસાદ થઈ શકે છે. આ દરમિયાન પૂર્વોત્તર ભારત અને ગુજરાતના અનેક  ભાગોમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી 2-4 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેશે. વિભાગનું કહેવું છે કે આગામી અઠવાડિયા સુધી દેશના કોઈ પણ ભાગમા શીતલહેરની સ્થિતિ નહીં હોય. આ ઉપરાંત આગામી સપ્તાહે દેશના કોઈ પણ ભાગમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીની સ્થિતિ જોવા મળી રહી નથી. આવામાં લોકોને ઠંડીથી રાહત મળશે અને હળવી ગરમી પણ અનુભવ થશે. ખાસ કરીને સવારનો સમય ખુશનુમા રહેશે. 

કેવું રહેશે ગુજરાતનું હવામાન
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પવનની દિશા બદલાતા વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં પવનની દિશા બદલવાવવાની સાથે હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના વાયરા ફૂંકાઈ રહ્યા છે. પશ્ચિમ તરફથી આવતા ભેજવાળા પવનના કારણે અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં બુધવારની સરખામણીમાં ગુરુવારે 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી બે  દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. બે દિવસ બાદ ફરીથી તાપમાન વધવાની શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news