UP: CM યોગીનો નિર્દેશ- ધર્મસ્થળો પર બીજીવાર ન લાગવા જોઈએ લાઉડસ્પીકર, અવાજ આવ્યો તો...
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને ઉતારવામાં આવેલા લાઉડસ્પીકરોને સ્કૂલોમાં પ્રાર્થના સભામાં ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે.
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં ધર્મસ્થળોથી લાઉડસ્પીકર હટાવવાનું કામ સતત ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને ઉતારવામાં આવેલા લાઉડસ્પીકરને સ્કૂલોમાં પ્રાર્થના સભામાં ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ધર્મસ્થળથી લાઉડસ્પીકરનો અવાજ નક્કી કરેલી મર્યાદાથી બહાર ન જવો જોઈએ. જે લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે, તેને શાળામાં પ્રાર્થના સભામાં ઉપયોગ કરવામાં આવે તો કામ સારૂ થશે. શાળામાં તેનો સારો ઉપયોગ થઈ શકે છે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, મોટા પાયે જે ધર્મ સ્થળોથી લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે, તેની પ્રશંસા થઈ છે. આપણે તે નક્કી કરવાનું છે કે જે લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે, તે બીજીવાર ન લાગવા જોઈએ. દરેક જિલ્લામાં જિલ્લાધિકારી અને પોલીસ કમિશનર આ વાત નક્કી કરે.
ધર્મસ્ળથો પર બીજીવાર લાઉડસ્પીકર ન લાગવા જોઈએ
મુખ્યમંત્રીએ કહ્યુ કે જો બીજીવાર ધર્મસ્થળમાં લાઉડસ્પીકરનો અવાજ આવ્યો તો એસએચઓ અને અન્ય અધિકારીઓ પાસે જવાબ લેવાશે. તેમણે કહ્યું- આ વખતે પ્રદેશમાં રસ્તા પર અલવિદા નમાજ ન થઈ. આપણે તે નક્કી કરીશું કે બંધ રસ્તા આવનારા સમયમાં પણ અવ્યવસ્થાનું કારણ ન બને. રસ્તા ખુલા રહેવા જોઈએ. સામાન્ય લોકોને અવર-જવરની વ્યવસ્થા હોવી જોઈએ.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, માફિયા પ્રવૃત્તિના કોઈપણ વ્યક્તિને કોઈ કોન્ટ્રેક્ટની સાથે ન જોડાવા દો. એક માફિયા જોડાશે તો તેની ગેંગ ત્યાં પર અનૈતિક અને ગેરકાયદેસર ગતિવિધિઓનો અડ્ડો બનાવી દેશે. આપણે દરેક માફિયાની કમર તોડવી જોઈએ.
25 એપ્રિલે શરૂ થયું હતું અભિયાન
ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકર અને અન્ય લાઉડસ્પીકરોનો અવાજ નક્કી કરવાનું અભિયાન 25 એપ્રિલે શરૂ થયું હતું. હવે મુખ્યમંત્રીએ આ લાઉડસ્પીકર બીજીવાર ન લગાવવામાં આવે તેનો નિર્દેશ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે