Skin Care: ત્વચાની ખંજવાળ અને એલર્જીથી મુક્તિ મેળવવા નહાવાના પાણીમાં ઉમેરો આ વસ્તુઓ

Skin Care: શરીરની ત્વચા પર આવતી ખંજવાળ અને શરીરની બેડ સ્મેલ દુર કરવી હોય તો તેના માટે નહાવાના પાણીમાં આ વસ્તુઓ ઉમેરી શકાય છે. તેનાથી ત્વચાની ખંજવાળ, બળતરા તુરંત મટે છે.

Skin Care: ત્વચાની ખંજવાળ અને એલર્જીથી મુક્તિ મેળવવા નહાવાના પાણીમાં ઉમેરો આ વસ્તુઓ

Skin Care: બદલતા વાતાવરણમાં માત્ર સ્વાસ્થ્ય સમસ્યા થાય છે તેવું નથી કેટલીક વખત ત્વચા સંબંધીત સમસ્યા પણ પરેશાન કરે છે. આવા સમયમાં ઘણી વખત ત્વચાના ઇન્ફેક્શન અને એલર્જી પણ વધી જાય છે. તેના કારણે ત્વચા પર ખંજવાળ અને બળતરા પણ થવા લાગે છે. જો તમને પણ આ સીઝન દરમિયાન ત્વચા પર બળતરા કે ખંજવાળની સમસ્યા રહેતી હોય તો તમને આજે ખંજવાળને તુરંત મટાડવાના ઘરેલુ ઈલાજ જણાવી દઈએ. જો તમે આ કામ કરશો તો ત્વચાની ખંજવાળથી તુરંત મુક્તિ મળશે. 

લીમડાનો રસ

જો તમને પણ ત્વચા પર ખંજવાળ આવતી હોય તો નહાવાના પાણીમાં લીમડાનો રસ ઉમેરી દેવો અથવા તો થોડા પાણીમાં લીમડાના પાનને ઉકાળી અને પછી તે પાણીને નહાવાના પાણીમાં મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. આ પાણીનો ઉપયોગ કરવાથી ત્વચાનું ઇન્ફેક્શન પણ મટે છે અને સાથે જ ખંજવાળથી પણ રાહત મળે છે. 

વિનેગર

શરીર પર જો ખંજવાળ આવતી હોય તો નહાવાના પાણીમાં બે ઢાંકણા એપલ સાઇડર વિનેગરના ઉમેરી દેવા. આ પાણીથી નહાવાથી ખંજવાળ તો મટશે જ તેની સાથે શરીરની બેડ સ્મેલ પણ દૂર થઈ જશે. જોકે ઘણા લોકોની સ્કીન એવી હોય છે જેના પર વિનેગર સૂટ નથી કરતું આવા લોકોએ વિનેગર નો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાંત ને પૂછી લેવું.

એન્ટી બેક્ટેરિયલ સાબુ

જો તમને ત્વચાની ખંજવાળની સમસ્યા હોય તો નહાવા માટે એન્ટી બેકટેરિયલ સાબુનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારના સાબુમાં કેમિકલ નો ઉપયોગ થતો નથી અને એવી વસ્તુઓનો ઉપયોગ થાય છે જે ત્વચાની ખંજવાળ અને એનર્જી થી રાહત આપે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news