Solo Trip: એકલાં ફરવાની મજા જ કંઈક અલગ છે, સોલો ટ્રિપ માટે આ 7 સ્થળો છે સૌથી બેસ્ટ
Trending Photos
નવી દિલ્હીઃ ફરવું આપણે સૌને ગમે છે પણ અમુક લોકો એવા હોય છે જેમને એકલા ફરવું જ ગમે છે. આમ જોવા જઈએ તો એકલા ફરવાની પણ મજા છે. જે લોકોએ એકલા ફરવા નીકળી જાય છે તેને Solo Traveller કહેવાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું Solo Travel માટે ટોપ જગ્યાઓ જ્યાં કોઈ પણ જાતના ડર વગર પ્રવાસ કરી શકાશે.
કેરળ-
ભારતના દૂર દક્ષિણમાં આવેલું રાજ્ય કેરળ કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ એક અલગ ઓળખ ધરાવે છે. કેરળની મુલાકાત લેવા માટે તમારે કોઈપણ હવામાનની રાહ જોવી પડશે નહીં. તમે વર્ષ દરમિયાન ગમે ત્યારે ત્યાં જઈ શકો છો. તેની હરિયાળી, પર્વતો, દરિયા કિનારો અને સદાબહાર હવામાન હંમેશા તમને આકર્ષિત કરશે. અહીં આવતાં જ તમે સલામત અનુભવશો.
મેઘાલય-
ભારતના સુંદર રાજ્યોમાંનું એક મેઘાલય પણ ફરવા માટે સલામત સ્થળ છે. વિશ્વના સૌથી વરસાદી સ્થળોમાં મેઘાલયનું નામ પણ સામેલ છે. આ સિવાય મેઘાલયના સુંદર વાદળો ખૂબ જ આકર્ષક છે. જ્યાં તમે કલાકો સુધી બેસીને આકાશ જોઈ શકો છો. મેઘાલય રાજ્ય તેના પ્રવાસીઓની સલામતી માટે ખૂબ જ સતર્ક છે.
શિમલા-
પહાડોની રાની શિમલા પણ શાનદાર સ્થળ છે. જ્યાં તમે કોઈ પણ જાતના ડર વગર સોલો ટ્રીપ કરી શકો છો. ત્યાંની ખાસ વાત એ છે કે, ભીડ-ભાડ વાળી જગ્યા હોય કે જંગલ પણ તે એકદમ સુરક્ષિત છે. ક્રાઈસ્ટ ચર્ચ શિમલાનું ફેમસ ચર્ચ છે. તે સિવાય તમે જાખૂ મંદિર, મોલ રોડ જેવી પ્રસિદ્ધ જગ્યાઓ પર ફરી શકો છો. ઠંડીની સિઝનમાં શિમલા વધારે સુંદર અને આકર્ષિત બની જાય છે કેમ કે ત્યારે બરફવર્ષાનો માહોલ હોય છે.
ગોવા-
ફરવાનો પ્લાન હોય અને ગોવાનું નામ ન આવે તે શક્ય જ નથી. ગોવા એક એવી જગ્યા છે જ્યાં કોઈ સુરક્ષિત રીતે મુલાકાત લઈ શકે છે. આ સ્થળે કામ કરતા લોકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. અહીં તમે સારો સમય પસાર કરી શકો છો. બીચ પર તમે સુંદર દૃશ્યોનો આનંદ માણી શકશો.
ઉદયપુર-
રાજસ્થાનના પ્રવાસન સ્થળોમાંનું એક ઉદયપુર ખૂબ જ સુરક્ષિત સ્થળ છે. અહીં મહેમાનોનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિને ચાહનારાઓ માટે ઉદયપુર એક ખૂબ જ ખાસ જગ્યા છે. અહીં પરિવહન તેમજ રહેવાની સારી વ્યવસ્થા છે. જો તમને ભારતીય ઇતિહાસ જાણવામાં રસ હોય તો તમારે જીવનમાં એકવાર ઉદયપુરની મુલાકાત લેવી જ જોઇએ.
ઋષિકેશ-
યોગ નગરી ઋષિકેશ શહેર શાંતિ અને શીતળતા માટે પ્રખ્યાત છે. અહીં તમે રાત્રે પણ ગંગા કિનારે સલામત રીતે બેસી શકો છો. આ સિવાય ઋષિકેશને એડવેન્ચર કેપિટલ પણ માનવામાં આવે છે.શિવપુરી રિવર રાફ્ટિંગ માટે ખૂબ પ્રખ્યાત છે. જો તમને એડવેન્ચર સ્પોર્ટ્સ ગમે છે તો તમે અહીં બંજી જમ્પિંગ પણ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે