તજને બદલે તમે નથી ખાતાના ઝાડની છાલ? આ રીતે ફટાફટ ચેક કરો તમારા રસોડામાં પડેલું તજ અસલી છે કે નકલી?
Cinnamon: તમે જે તજને અસલી સમજી વાપરો છો તે કદાચ તજ હશે જ નહીં... માર્કેટમાં મળતા તજના ટુકડામાં પણ ઝાડની છાલ ઉમેરી ભેળસેળ કરવામાં આવે છે. જો કે તમે ખૂબ સરળતાથી 3 ટીપ્સની મદદથી તજ અસલી છે કે નકલી તે ચેક કરી શકો છો અને છેતરપિંડીથી બચી શકો છો.
Trending Photos
Cinnamon: તજનો ઉપયોગ ભોજનમાં મસાલા તરીકે કરવામાં આવે છે. ઘણી બીમારીઓમાં તો જ ઔષધીની જેમ કામ પણ કરે છે. પરંતુ બજારમાં મળતી અન્ય વસ્તુની જેમ તજ પણ નકલી હોઈ શકે છે. જેમ ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ થાય છે તેમજ પણ ભેળસેળવાળું હોઈ શકે છે. ઘણા વેપારીઓ તજ કહીને ઝાડની છાલ ગ્રાહકને પધરાવી દેતા હોય છે. જામફળ સહિતના ઝાડની છાલ તજ જેવી જ દેખાતી હોવાથી અસલી તજને બદલે લોકો ઝાડની છાલ પણ ગ્રાહકોને પધરાવે છે. આવી સ્થિતિમાં તમારા રસોડામાં રહેલું તજ અસલી છે કે ઝાડની છાલ આ રીતે ચેક કરી શકો છો.
તજ અસલી છે કે નકલી આ રીતે ચેક કરો
આ પણ વાંચો:
- તજ અસલી હોય તો તેની ઉપરનું પણ ચીકણું અને લીસુ હોય છે. જ્યારે પણ તમે તજ ખરીદવા જાવ ત્યારે તેને બરાબર અડશો તો ઉપરથી તે તમને લીસું લાગશે. જો કોઈ ઝાડની છાલ હશે તો તે ઉપરથી ખરબચડી હશે.
- તજને તમે ધ્યાનથી જોશો તો તે પાતળા રોલ જેવું હોય છે. આ અસલી તજની ઓળખ હોય છે. સાથે જ આ રોલ નાજુક હોય છે તમે થોડું પ્રેશર કરો તો તે તૂટી જાય છે. જો તજ નકલી હશે તો તે નાના નાના ટુકડામાં અને જાડું હશે.
- અસલી તજનો રંગ અને તેની સુગંધ પણ તેની ઓળખ હોય છે. અસલી તો જ હલકા ભૂરા રંગનું હોય છે અને તેમાંથી તીવ્ર સુગંધ આવતી હોય છે. જોતા જ નકલી હશે તો તે ડાર્ક બ્રાઉન કલરનું હશે અને તેમાંથી સુગંધ આવતી નહીં હોય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેનું પુષ્ટિ કરતું નથી )
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે