દેશના આ મંદિર છે વિદેશી પર્યટન સ્થળ કરતાં પણ વધારે સુંદર, દરેક ભારતીયે એકવાર તો લેવી જ જોઈએ મુલાકાત
Famous Temples Of India: ભારતના મંદિરો દેશની એવી ધરોહર છે જેની જોડ દુનિયામાં ક્યાંય ન મળે. ભારતના અનેક મંદિરો એવા છે જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશીઓ પણ પહોંચે છે. આમ તો ભારતમાં ઉત્તમ કલાકારીનો નમૂનો આપતા ઘણા મંદિરો છે પરંતુ આજે તમને એવા 5 મંદિરો વિશે જણાવીએ જેની મુલાકાત ભારતમાં રહેતા દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો લેવી જ જોઈએ.
ખજુરાહો
મધ્યપ્રદેશનું ખજુરાહોનું મંદિર તેની સુંદરતા માટે વિશ્વપ્રસિદ્ધ છે. આ મંદિરનું નિર્માણ 900 થી 1130 એડી વચ્ચે થયું હતું.. ખજુરાહોના મંદિર જોવા દુનિયાભરમાંથી લોકો ભારત આવે છે.
શોર ટેમ્પલ
તમિલનાડુના શોર ટેમ્પલ કોમ્પ્લેક્સમાં ઘણા મંદિરો આવેલા છે. અહીંથી બંગાળની ખાડી પણ જોઈ શકાય છે. આ મંદિર 8મી સદીમાં બનેલા છે.
મીનાક્ષી મંદિર
તમિલનાડુમાં આવેલું આ મંદિર સૌથી રંગીન છે. આ મંદિર મદુરાઈમાં આવેલું છે. આ મંદિરની સુંદરતા કોઈપણ વ્યક્તિને મંત્રમુગ્ધ કરી શકે છે. અહીં વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવે છે.
કેદારનાથ
કેદારનાથના દર્શન કરવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક એવું કેદારનાથ ધામ હિમાલયના સુંદર પર્વતો વચ્ચે છે. અહીં સુધી જવાનો રસ્તો અદ્ભુત અનુભવ કરાવે છે.
Trending Photos