Eye Care: ચશ્માના નંબર ઓછા કરવાના સૌથી સરળ 5 ઉપાય
Eye Care: આજના સમયમાં ખરાબ ખાનપાન અને કલાકો સુધી મોબાઈલના ઉપયોગના કારણે બાળકની આંખો નબળી પડી જાય છે. નાની ઉંમરમાં ઘણા બાળકોને નંબર આવી જાય છે. તેવામાં બાળકોને નાનપણથી જ કેટલીક એવી વસ્તુઓ આપવી જોઈએ જે તમને આંખના સ્વાસ્થ્યને સુધારે. આજે તમને 5 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને દૂધ સાથે લેવાથી આંખનું સ્વાસ્થ્ય સારું રહે છે અને ચશ્માના નંબર પણ વધતા અટકે છે.
કેસર હળદર દૂધ
આંખના સ્વાસ્થ્ય માટે કેસર અને હળદરવાળું દૂધ લાભકારી ગણાય છે. આ દૂધમાં રહેલા પોષકતત્વો આંખના રેટિનાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
બદામ દૂધ
બદામ દૂધ આંખનું તેજ વધારવામાં મદદ કરે છે. તેનાથી આંખનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેના માટે 2 થી 3 પલાળેલી બદામને દૂધ સાથે ખાવી.
દૂધમાં તુલસી અને મધ
દૂધમાં તુલસીના પાન ઉકાળી તેમાં મધ ઉમેરીને પીવાથી પણ આંખને ફાયદો થાય છે. તેનાથી આંખની નબળાઈ દુર થાય છે.
દૂધ અને વરિયાળી
વરિયાળીના પાવડરને દૂધ સાથે મિક્સ કરીને પીવાથી આંખની દ્રષ્ટિ સુધરે છે. સાથે જ ડાર્ક સર્કલની સમસ્યા દુર થાય છે.
સાકર અને દૂધ
દૂધમાં ખાંડને બદલે સાકર ઉમેરી તેનું સેવન કરવું જોઈએ. દૂધમાં સાકર ઉમેરવાથી આંખને ઠંડક મળે છે.
Trending Photos