એક દુર્લભ ઘટના! 5 કરોડ વર્ષ બાદ બ્રહ્માંડમાં ટકરાઈ 2 મોટી આકાશગંગા! શું પૃથ્વી પર આવશે કોઈ ખતરો?
હબલ સ્પેસ ટેલિસ્કોપે એક દુર્લભ ઘટના કેપ્ચર કરી છે, જેમાં એક નાનકડી વાદળી બૌની ગેલેક્સી એક વિશાળ ગેલેક્સી LEDA 1313424ની વચ્ચેથી પસાર થઈને આગળ નીકળી ગઈ હતી. આ અથડામણને કારણે ગેલેક્સીમાં 9 વિશાળ તારાઓથી ભરેલા વલયો રચાયા છે.
વૈજ્ઞાનિકોના મતે આ ટક્કર લગભગ 5 કરોડ વર્ષ પહેલા થઈ હતી. વાદળી બૌની ગેલેક્સી એક તીરની જેમ સીધી વિશાળ ગેલેક્સીના કેન્દ્રમાંથી પસાર થઈ, જેના કારણે 1 લાખ 30 હજાર પ્રકાશવર્ષના અંતરે ફેલાયેલી રિંગ્સ બની.
યેલ યુનિવર્સિટીના સંશોધકો ઈમાદ પાશાએ આ આકાશગંગાને પહેલીવાર ટેલિસ્કોપ દ્વારા જોઈ હતી. તેમણે હબલ ટેલિસ્કોપ દ્વારા વધુ ઊંડો અભ્યાસ હાથ ધર્યો, જેમાં 8 રિંગ્સ દેખાઈ. પછી હવાઈમાં ડબલ્યુએમ કેક ઓબ્ઝર્વેટરીએ 9મી રિંગની પુષ્ટિ કરી.
સંશોધકોને શંકા છે કે ગેલેક્સીની બહાર 10મી રિંગ હોઈ શકે છે, જે હબલ ટેલિસ્કોપની પહોંચની બહાર છે.
જો કે આકાશગંગાઓનું અથડાવું સામાન્ય છે. ગુરુત્વાકર્ષણ બળને કારણે આકાશગંગાઓ એકબીજાની નજીક આવે છે અને ક્યારેક અથડાય છે. જો કે, આવી સીધી ટક્કર ખૂબ જ દુર્લભ હોય છે.
આપણી આકાશગંગા (ગેલેક્સી) પણ ભવિષ્યમાં પડોશી એન્ડ્રોમેડા ગેલેક્સી સાથે અથડાવા જઈ રહી છે. વૈજ્ઞાનિકો આ ઘટનાને 'એન્ડ્રોમેડા-મિલ્કી વે અથડામણ' કહી રહ્યા છે.
આ શોધ આકાશગંગાના ઉત્ક્રાંતિને સમજવામાં મદદ કરશે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે રિંગ્સ એક પેટર્નમાં બહારની તરફ ફેલાઈ રહી છે, જે તરંગો જેવી જ છે જ્યારે પથ્થરને પાણીમાં છોડવામાં આવે છે. આ સિદ્ધાંત પહેલાથી અસ્તિત્વમાં હતો પરંતુ હવે તે સીધો જોવા મળ્યો છે.
તેનાથી સાબિત થાય છે કે જ્યારે આકાશગંગાઓ એકબીજા સાથે અથડાય છે, ત્યારે નવા તારાઓ જન્મે છે અને આ બ્રહ્માંડની રચનાને સમજવામાં મદદ કરશે.
Trending Photos