વરસાદની સીઝનમાં AC નું ટેમ્પ્રેચર કેટલું રાખવું જોઈએ? 90% લોકો નથી જાણતા તેનો જવાબ
Air Conditioner Tips: ચોમાસાની સીઝન આવતા દરેક જગ્યાએ વરસાદ પડવા લાગે છે. આવી સ્થિતિમાં ભેજ અને વરસાદના કારણે તે ચીકણું થવા લાગ્યું છે. આવી સ્થિતિમાં હજુ પણ ACની જરૂર પડે છે.
વરસાદમાં AC
વરસાદની સીઝનમાં પણ ઘણા લોકો એસી ચલાવતા હોય છે. પરંતુ આ દરમિયાન કેટલીક ભૂલ કરે છે જેનાથી હેલ્થને નુકસાન થઈ શકે છે.
AC નું ટેમ્પ્રેચર
સામાન્ય રીતે ગરમીની સીઝનમાં લોકો AC નું ટેમ્પ્રેચર 20°C ની આસપાસ કે તેનાથી ઓછું રાખે છે. જ્યારે વરસાદમાં એસીનું તાપમાન યોગ્ય રાખવું જરૂરી છે. જેથી વીજળીનું બિલ પણ બચાવી શકાય.
વરસાદમાં એસીનું તાપમાન
ગરમીની સીઝનમાં સામાન્ય રીતે લોકો એસીનું ટેમ્પ્રેચર 20 ડિગ્રી કે તેનાથી ઓછું રાખે છે. પરંતુ એક્સપર્ટ અનુસાર વરસાદની સીઝનમાં એસીનું ટેમ્પ્રેચર 24થી 26 ડિગ્રી વચ્ચે હોવું જોઈએ. આ તાપમાનથી રૂમ ઠંડો થશે અને તમને ભેજથી રાહત મળશે.
આ મોડ પર ચલાવો એસી
વરસાદમાં માત્ર એસીનું ટેમ્પ્રેચર જ નહીં પરંતુ તેના મોડમાં પણ ફેરફાર કરવો જોઈએ. વરસાદમાં એસીને ડ્રાઈ મોડ પર ચલાવવું જોઈએ. તેનાથી તમને ભેજમાં રાહત મળશે અને રૂમ પણ ઠંડો રહેશે. આ સિવાય લેટેસ્ટ એસીમાં આજકાલ હ્યુમિડ મોડ આપવામાં આવ્યો છે, જે ભેજ દૂર કરે છે. આ મોડ એસીના રિમોટમાં પાણીના ટીંપાની જેમ દેખાય છે.
ઓછું આવશે એસીનું બિલ
જો તમે વરસાદમાં એસીના ટેમ્પ્રેચર અને મોડનું ધ્યાન રાખો છો તો દર મહિને વીજળીનું બિલ પણ ઓછું આવશે અને તમારી બચત થશે.
Trending Photos