32 વર્ષની આ એક્ટ્રેસે પાર કરી તમામ હદ! શોર્ટ્સ પહેરીને સમુદ્ર કિનારે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ
Shehnaaz Gill Photos: 'બિગ બોસ 13'ની કન્ટેસ્ટેન્ટ શહેનાઝ ગિલ હાલમાં ઓસ્ટ્રેલિયામાં મોજ મસ્તી કરી રહી છે. આ એક્ટ્રેસ પોતાની ક્યુટનેસથી બધાનું દિલ જીતી લે છે. શહનાઝ ગીલે હાલમાં જ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેના કારણે તેના ચર્ચાએ જોર પકડ્યું છે. આ તસવીરો જોઈને ફેન્સ પણ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
શહનાઝ ગિલ
'બિગ બોસ 13'ની કન્ટેસ્ટેન્ટ શહેનાઝ ગિલ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રજાઓ માણી રહી છે. શહનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ફેન્સ માટે કંઈકને કંઈક શેર કરતી રહે છે. આ દરમિયાન એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેના માટે ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
ફોટોશૂટથી ટ્રોલ થઈ એક્ટ્રેસ
એક્ટ્રેસ શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના લુકને લઈને છવાયેલી રહે છે. શહનાઝનો દરેક અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે અને ફેન્સ તેની તસવીરો પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. પરંતુ અભિનેત્રી લેટેસ્ટ ફોટોશૂટથી ટ્રોલ થઈ રહી છે.
શેર કર્યા 9 ફોટા
શહનાઝ ગિલે તેના ઇન્સ્ટાગ્રામ પર હાલમાં જ તેની 9 તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતી વખતે એક્ટ્રેસે ખૂબ જ ક્યૂટ કેપ્શન લખ્યું છે - Ocean air, sun-kissed hair, and Bondi flair!
એક્ટ્રેસે આપ્યા બોલ્ડ પોઝ
આ તસવીરોમાં શહેનાઝ ગિલ અલગ-અલગ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક મોનોકિની અને ડેનિમ શોર્ટ્સ પહેરેલી જોવા મળે છે. આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
ફેન્સે કરી ટ્રોલ
નોંધનીય છે કે, શહેનાઝ ગિલના ફેન્સ ટ્રોલ એટલા માટે કરી રહ્યા છે, કારણ કે તેણે તેના શોર્ટ્સનું બટન ખુલ્લું રાખ્યું છે, જેના કારણે ફેન્સને તેની તસવીરો કંઈ ખાસ નથી લાગી રહી.
સિડનીમાં રજાઓ માણી રહી છે શહેનાઝ
શહનાઝ ગિલ આ દિવસોમાં સિડનીમાં રજાઓ માણી રહી છે. તેની આ તસવીરો ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચની છે, જે વિશ્વના ખુબ જ સુંદર બીચમાંથી એક છે. આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
વાળ સાથે મસ્તી કરતા જોવા મળી એક્ટ્રેસ
તસવીરોમાં તમે જોઈ શકો છો કે, ક્યારેક એક્ટ્રેસ તેના વાળ સાથે રમતી જોવા મળે છે તો ક્યારેક તે બીચ પર દોડતી જોવા મળે છે. કેટલાક યુઝર્સે આ તસવીરો પર લખ્યું કે, આ તસવીરો સારી છે, પરંતુ બટન કેમ ખુલ્લું રાખ્યું? અન્ય યુઝરે લખ્યું કે, આવું કરવાની શું જરૂર હતી.
શહનાઝ ગિલ વર્ક ફ્રન્ટ
એક્ટ્રેસ શહેનાઝ ગિલના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો શહેનાઝ ગિલ પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે. જેના પર તે કામ કરી રહી છે. હાલમાં જ રેપર હની સિંહ સાથેનું એક ગીત રિલીઝ થયું છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
Trending Photos