સ્વર્ગની પરીઓને પણ પાછળ પાડી દે તેવી છે અફઘાની મહિલાઓ, સોશિયલ મીડિયા પર ટપોટપ પડી રહી છે તસવીરો
ઝી મીડિયા/બ્યૂરો :તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનમાં જે આતંક મચાવ્યો છે, તે આખી દુનિયા સામે છે. તાલિબાને અફઘાનિસ્તાન (Afghanistan) માં એવા એવા ફરમાન જાહેર કર્યા છે, જે લોકોની આઝાદી છીનવી લે તેવા છે. આવામાં તાલિબાન સરકારે મહિલાઓને બુરખો અને હિજાબ પહેરાવવાનું ફરમાન કર્યું છે. પરંતુ અફઘાન મહિલાઓએ (Afghan Women) તેનો વિરોધ દર્શાવ્યો છે.
આ વિરોધમાં અફઘાન મહિલાઓ સોશિયલ મીડિયા પર તૂટી પડી છે. #AfghanistanCulture હેશટેગ સાથે અફઘાન મહિલાઓએ એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં તેઓ પરંપરાગત અફઘાન ડ્રેસ પહેરીને તસવીરો શેર કરી રહી છે.
આ અફઘાની મહિલાઓનો તાલિબાન સરકાર સામેનો એક પ્રકારનો વિરોધ છે. અત્યાર સુધી આ હેશટેગ સાથે અસંખ્ય તસવીરો ટ્વીટ કરાઈ છે, જેમાં મહિલાઓ બુરખો અને હિજાબનો વિરોધ દર્શાવી રહી છે.
મહિલાઓના કપડા પર તાલિબાનના પ્રતિબંધના વિરોધને વધુ તેજ કરવા માટે #AfghanistanCulture, #AfghanWomen અને #DoNotTouchMyClothes ટ્રેન્ડ કરવામાં આવી રહ્યુ છે.
Trending Photos