57 કલાકના કરફ્યૂમાં અમદાવાદની પહેલી સવાર, જુઓ તસવીરોમાં...

અમદાવાદમાં 57 કલાકના કરફ્યૂની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે કરફ્યૂ (curfew) ની પહેલી સવાર છે. આવામાં હજી પણ અનેક લોકો રસ્તા પર જોવા મળ્યા તો સાથે જ એસટી બસ ડેપો પર મોટી સંખ્યામાં અટવાયેલા મુસાફરો જોવા મળ્યા. એસટી બસ સેવાઓ બંધ થતા દિવાળીએ સ્વજનોના ઘરે અમદાવાદ આવેલા મુસાફરો અટવાયા છે. કેવી રીતે ઘરે જઈશુ તેવો પ્રશ્ન તેઓને થયો છે.  

અતુલ તિવારી/આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદમાં 57 કલાકના કરફ્યૂની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે કરફ્યૂ (curfew) ની પહેલી સવાર છે. આવામાં હજી પણ અનેક લોકો રસ્તા પર જોવા મળ્યા તો સાથે જ એસટી બસ ડેપો પર મોટી સંખ્યામાં અટવાયેલા મુસાફરો જોવા મળ્યા. એસટી બસ સેવાઓ બંધ થતા દિવાળીએ સ્વજનોના ઘરે અમદાવાદ આવેલા મુસાફરો અટવાયા છે. કેવી રીતે ઘરે જઈશુ તેવો પ્રશ્ન તેઓને થયો છે.  
 

ત્રણ દરવાજા માર્કેટ સાવ ખાલી

1/6
image

અમદાવાદમાં 57 કલાકના વિકેન્ડ કરફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. આવામાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર કરફ્યૂના કારણે બંધ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદના તમામ મંદિરો સોમવાર સુધી બંધ રાખવામાં આવ્યા છે. બીજી તરફ ભદ્રકાળી મંદિર પાસે આવેલું ત્રણ દરવાજા માર્કેટ સાવ ખાલી જોવા મળી રહ્યું છે. લોકો ઘરમાં રહે અને સુરક્ષિત સાથે કોરોનાનું સંક્રમણ અટકાવી તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવામાં કરફ્યૂમાં લોકો સહકાર આપે તેવી ઝી 24 કલાક અપીલ કરી રહ્યું છે. 

કંઈ તો મળી જશે એ આશાએ બસ ડેપો આવ્યા મુસાફરો

2/6
image

અમદવાદના ગીતા મંદિર એસટી બસસ્ટોપની બહાર મોટી સંખ્યામાં મુસાફરો નજરે પડ્યા. પરિવારજનો તેમજ હાથમાં અને માથા પર બેગ સાથે સવારી મળશે તેવી રાહમા તેઓ અહી બેસ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચ્યા બાદ રીક્ષા મારફતે એસટી સ્ટેન્ડ પર પહોંચ્યા, પણ એસટી સ્ટેન્ડ પહોંચી મુસાફરો અટવાયા છે. 

રેલવે સ્ટેશન પર કરફ્યૂમાં ભીડ

3/6
image

રેલવે સ્ટેશન પર યાત્રીઓની ભીડ જોવા મળી. હજારોની સંખ્યામાં યાત્રીઓ અમદાવાદ રેલવે સ્ટેશન બહાર ઉબા છે. રેલવે યાત્રીઓ માટે એ.એમ.ટી.એસ. બસની સુવિધા શરૂ કરી છે. લોકોને એમના ઘર સુધી પહોંચાડવા માટે 150 એએમટીએસની બસો શરૂ કરાઈ છે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો. બસોમા લોકો પાસે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવાઈ નથી રહ્યું.

સૂમસામ બન્યું એસટી ડેપો

4/6
image

એસટી સેવા બંધ થતાં મુસાફરોને હાલાકી પડી રહી છે. ગીતા મંદિર એસટી સ્ટોપ કે જ્યાં હજારો લોકો રોજની મુસાફરો કરતા હતા, એ જગ્યા કરફ્યૂને કારણે સૂમસામ બની છે. ગણતરીના કર્મચારીઓ એસટી સ્ટેન્ડ પર નજરે પડ્યા હતા.

કરફ્યૂમાં રીક્ષા ચાલકોએ ત્રણ ગણું ભાડું માંગ્યું

5/6
image

કરફ્યૂમાં એસટીની સુવિધા પણ બંધ હોવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ રીક્ષા ચાલકો પણ અમદાવાદની બહાર સુધી લઈ જવા બેથી ત્રણ ગણું ભાડું માગતા હોવાનું મુસાફરોએ જણાવ્યું .

6/6
image