અમદાવાદીઓ સાવધાન! અમદાવાદ પોલીસનું જાહેરનામું વાંચીને જ ઉત્તરાયણ ઉજવજો, નહિ તો પસ્તાશો

Ahmedabad Police Notification : ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર અનેકોનો જીવ લઈ લે છે. ત્યારે હવે સાવચેતી રાખવાની જરૂર પડી છે. ચાઈનીઝ દોરા અનેકના ગળા કાપે છે. તેથી ઉત્તરાયણે કોઈ દુર્ઘટના ન બને તે માટે અમદાવાદ પોલીસ એક્ટિવ બની છે. ઉત્તરાયણને લઇ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

અમદાવાદ પોલીસનું જાહેરનામું

1/5
image

અમદાવાદ પોલીસના જાહેરમાના અનુસાર, અમદાવાદના રસ્તાઓ પર દોડીને પતંગ પકડી કે ઉડાવી શકાશે નહીં. રોડ પર ઉભા રહીને પતંગ ચગાવવાથી રાહદારી અને વાહનચાલકોને દોરી વાગવાના બનાવ બને છે. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. તા.10થી 31 જાન્યુઆરી સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.

જાહેરનામાં શું લખ્યું 

2/5
image

અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં ઉત્તરાયણનાં તહેવારને અનુસંધાને તા.૧૦/૦૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૫ સુધી કોઈપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર કોઈપણ વ્યક્તિને ઇજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહી કે જાહેર માર્ગ ઉપર દોડી પતંગ પકડી શકશે નહી જે અંગેનો પ્રતિબંધ ફરમાવુ છું.  

જાહેરનામાની અમલવારીની વિગત 

3/5
image

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૧૦/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉઠાઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરવાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારી/ કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે

સુરત પોલીસે બનાવ્યો એક્શન પ્લાન

4/5
image

ઉત્તરાયણ પર્વ પર સુરત પોલીસે પણ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ઉત્તરાયણ દરમિયાન મોબાઈલ અને પર્સ ચોરી કરનાર પર ખાસ વૉચ રખાશે. લાલગેટ પોલીસે ડબગરવાડના એન્ટ્રી અને એક્ઝિટ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. ડ્રોન કેમેરાની મદદથી તમામ હલચલ પર વૉચ રાખવામાં આવશે. એટલુ જ નહિ, ગ્રાહકના વેશમાં ભીડભાડમાં પોલીસ સ્ટાફ ફરશે. કોઈ ચોરી કરી ભાગશે તો તાત્કાલિક ઉંચી ઇમારત પર તૈનાત પોલીસ વોકી ટોકી મદદથી માહિતી આપશે. 

5/5
image

ઉત્તરાયણના તહેવારને માત્ર ત્રણ જ દિવસ બાકી છે ત્યારે હાઈકોર્ટે માંજાના વપરાશ પર મહત્વના નિર્દેશો બહાર પાડ્યા છે. હાઈકોર્ટે ચાઈનીઝ દોરીની સાથે કાચ પાયેલી દોરીના વપરાશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કાચ પાયેલી દોરી અને ચાઈનીઝ દોરીના કારણે માણસોની સાથે પશુ અને પક્ષીઓ પણ ઈજાગ્રસ્ત થયાના અનેક કિસ્સાઓ સામે આવે છે. જેને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ નિર્દેશો આપ્યા છે. ચાઈનીઝ અને નાયલોન દોરી પર પહેલાથી જ પ્રતિબંધ હતો અને હવે કાચ પાયેલી કોટનની દોરી પર પણ હાઈકોર્ટે પ્રતિબંધ મુક્યો છે. જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને હાઈકોર્ટને નિર્દેશોને અમલમાં મુકવામાં આવી રહ્યા છે. જો કે, લોકોમાં આ વિશે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.