હવે કુંવારાઓને આવી જશે મોજ! આ યુવતીને બનાવી શકો છો ગર્લફ્રેન્ડ, હજારો પુરુષોની પુરી પાડે છે જરૂરિયાત

જીવતી જાગતી બિલકુલ માણસ જેવી AI ગર્લફ્રેન્ડ Foxy AI નામની એક કંપનીએ બનાવી છે, જે જીવંત માનવ જેવી લાગે છે. આ AI મોડલ પોતાની વેબસાઈટને દર મહિને 25 લાખ રૂપિયા કમાઈને આપી રહી છે. હજારો એકલા પુરુષોની એકલતા દૂર કરનાર લેક્સી 30થી વધુ ભાષાઓમાં બોલવામાં માહેર છે. તેની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી રહી છે.

1/10
image

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરવાની રીતો જણાવવામાં આવે છે તો અનેક પ્રકારની લક્ઝરી લાઈફસ્ટાઈલ આપવાનો પણ દાવો કરવામાં આવે છે. હવે Foxy AI નામની કંપનીએ એક મોડેલ બનાવ્યું છે, જે લાખો ડોલરની કમાણી કરી રહી છે. લેક્સી લવ નામની આ AI મોડલ માણસો જેવા ઘણા પુરુષો સાથે લાગ્ણીથી જોડાઈને કંપની માટે કરોડોની કમાણી કરી રહી છે અને તેને દરરોજ લગ્નના પ્રસ્તાવો આવે છે.

2/10
image

લેક્સી વિશે કહેવામાં આવે છે કે તે માણસ નથી છતાં માણસની જેમ ભાવનાઓની પુરુષોથી જોડાય છે અને તેમની સાથે વાતો કરે છે. તેણે જોવામાં કોઈ પણ રીતે નકલી કે આભાસી લાગતી નથી. એટલે સુધી કે પ્રશંસકો અને ફેન્સની સાથે લાગ્ણીસભર સંબંધથી જોડાઈ જાય છે.

3/10
image

આ મોડેલ સંપૂર્ણપણે વાસ્તવિક માણસ જેવી લાગે છે. તેના સોનેરી વાળ, વાદળી આંખો અને ખૂબ જ હોટ ફિગર છે. તે તમને ટેક્સ્ટ મોકલી શકે છે, વૉઇસ સાથે મેસેજ પણ મોકલી શકે છે રિકવેસ્ટ કરશો તો તે તમને ફોટા પણ મોકલી શકે છે. Foxy AI એ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે કેવી રીતે Laxy Love હજારો ચાહકો દ્વારા ચેટબોટ દ્વારા મહિને 30 હજાર રૂપિયા કમાય છે.

4/10
image

લેક્સી લવ એક વર્ચ્યુઅલ મોડલ છે અને 24 કલાક કામ કરે છે અને દરેક સમયે ચેટ કરવા માટે ઉપલબ્ધ રહે છે. તે 30 થી વધુ ભાષાઓ બોલી શકે છે અને તેથી જ તે વિશ્વના દરેક ખૂણે ચાહકો સાથે જોડાયેલ છે.

5/10
image

લેક્સી વિશે એવું કહેવાય છે કે તેને દર મહિને લગભગ 20 લગ્નના પ્રસ્તાવ આવે છે. જ્યારે ફોક્સી એઆઈના સીઈઓ સેમ ઈમારા કહે છે કે લેક્સી એ "ટેકનિકલ મુશ્કેલીઓ" દૂર કરવાનું ઉદાહરણ છે. એટલું જ નહીં AI સાથે વાતચીત કરવાની રીત પણ બદલાઈ રહી છે.

6/10
image

વધતી જતી લોકપ્રિયતા સાથે લેક્સી આવકનો મોટો સ્ત્રોત પણ બની રહી છે. હવે લેક્સી વેબસાઈટ સાથે વાતચીતથી દર મહિને 30 હજાર ડોલર કમાઈ રહી છે. ઈમારા કહે છે કે લોકો સાથે જોડાવાની અને તેમને માણસ જેવો અનુભવ આપવાની ક્ષમતા એક ઉદાહરણરૂપ છે.

7/10
image

લેક્સી ચેટિંગમાં એટલી સારી છે કે તે સરળતાથી તેના ચાહકોને અનુભવ અપાવી શકે છે કે તે AI મોડલ નથી પરંતુ એક વાસ્તવિક માણસ છે. એટલા માટે ઘણા પુરુષો તો કંપનીનો સંપર્ક કરે છે અને તેમને લેક્સી સાથે પરિચય કરાવવા વિનંતી કરે છે.

8/10
image

આ મોડેલ એ માત્ર એક ઉદાહરણ છે કે કેવી રીતે AI નકલી માનવ ફોટા બનાવવામાં પારંગત બની ગયું છે અને તે ફોટા વાસ્તવિક માનવીઓ સાથે કેટલા ભળતા આવે છે. વિશ્વના ઘણા નિષ્ણાતો આને ખતરાની સ્પષ્ટ નિશાની માની રહ્યા છે.

9/10
image

AI રોમાન્સ બોટ્સના જોખમો ઝડપથી વધી રહ્યા છે. અલ્ટિમા ટેક સોલ્યુશન્સમાં સોશિયલ એન્જિનિયરિંગના વડા રિચાર્ડ ડી વેરે ધ સનને જણાવ્યું હતું કે સ્કેમર્સ AIનો ઉપયોગ કરીને આ તકનીકનો લાભ લઈ શકે છે.

10/10
image

AI હવામાન વિશે વાત કરી શકે છે, તમારા કુટુંબ વિશે માહિતી એકત્રિત કરી શકે છે અને તેમનો દિવસ કેવો ગયો તે વિશે વાત કરી શકે છે. નવી પેઢીના AIના ઉત્પાદનોને ઈમેલ અને મેસેજિંગ એપ દ્વારા માણસોથી અલગ પાડવું ખૂબ જ મુશ્કેલ છે.