ALERT: તમારા ખિસ્સામાં 100 રૂપિયાની નકલી નોટ છે! RBI નો મોટો ખુલાસો
ક્યાંક તમે પણ 100 રૂપિયાની નકલી નોટ ખિસ્સામાં લઇને ફરી તો નથી રહ્યા ને. જી હાં આવું શક્ય છે. કારણ કે હાલ બજારમાં નકલી કરંસીમાં 100 રૂપિયાની નોટોની સંખ્યા સૌથી વધુ છે. જોકે આરબીઆઇએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. કેશ લેણદેણ દરમિયાન દરેક નોટોને એકવાર ધ્યાનથી જોઇ લેવી સારી છે. કારણ કે અત્યારે 100 રૂપિયાની નોટને લઇને સાવધાની રાખવાની જરૂર છે.
ડુપ્લીકેટ નોટોની સંખ્યા કેટલી વધી
આરબીઆઇના અનુસાર, 2015-16માં 632926 ડુપ્લીકેટ નોટ પકડાઇ હતી, જ્યારે 2016-17 માં 762072 ડુપ્લીકેટ નોટ પકડાઇ હતી. તો બીજી તરફ 2017-18 માં 522783 ડુપ્લીકેટ નોટની ઓળખ થઇ છે. આરબીઆઇના અનુસાર ડુપ્લીકેટ નોટોમાં 31.4% નો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ 100 રૂપિયાની ડુપ્લીકેટ નોટની ઓળખમાં 35 ટકાનો વધારો થયો છે. તો બીજી તરફ 50 રૂપિયાની ડુપ્લીકેટ નોટ 154.3 ટકા વધી છે. બેંકોમાં 500 રૂપિયાની 9892 નવી ડુપ્લીકેટ નોટ અને 2000 રૂપિયાની 17929 ડુપ્લીકેટ નોટ ઓળખવામાં આવી છે.
આરબીઆઇના રિપોર્ટમાં ખુલાસો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) તરફથી જાહેર થયેલ એનુઅલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2017-18માં જપ્ત નકલી નોટોમાં 45.75 ટકા નોટો 100 રૂપિયાની હતી.
RBI ને મળી સૌથી વધુ ડુપ્લીકેટ નોટ
ગત નાણાકીય વર્ષમાં જપ્ત કુલ 522,783 નકલી નોટોમાંથી 36.1 ટકાને કેંદ્રીય બેંકે પકડી, જ્યારે 2016-17માં આ ફક્ત 4.3 ટકા હતી. એવામાં નોટબંધી બાદ બેંકોમાં આવેલી કરન્સીની તપાસનું કારણ સ્પષ્ટ થયું. બાકી નોટોને અન્ય બેંકોએ જપ્ત કરી.
નકલી નોટોમાં કેટલો વધારો થયો
નવી 500 રૂપિયાની નકલી નોટોની સંખ્યામાં 2016-17 મુકાબલે 50 ગણો વધારો થયો. તો બીજી તરફ 2000 રૂપિયાની નકલી નોટોમાં 28 ગણો વધારો થયો. 2000 રૂપિયાની નકલી નોટો સૌથી મોટો ચિંતાનો વિષય છે. કારણ કે તેમની સપ્લાઇ 2017-18માં 23 ટકા ઓછી થઇ ગઇ. 8 નવેમ્બર 2016ના રોજ થયેલી નોટબંધી બાદ 2000 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવી હતી.
કેટલા મૂલ્યની નકલી નોટો મળી
પકડાયેલી ડુપ્લીકેટ નોટોમાંથી 2,39,182 નોટ 100 રૂપિયાના હતા. ત્યારબાદ સૌથી વધુ 1,37,810 ડુપ્લીકેટ નોટ 500 રૂપિયાની મળી, 2000 રૂપિયાની 17,929 નોટ મળી. આગળ જરૂર જાણો શું છે ડુપ્લીકેટ નોટને ઓળખવાની રીત?
નકલી નોટોને ઓળખવાની રીત : વોટર માર્ક જરૂર જુઓ
બધી અસલી નોટોની ડાબી બાજુ મહાત્મા ગાંધીના સામાન્ય શેડેડ વોટર માર્ક હોય છે. જ્યારે તમે નોતને ત્રાંસી કરશો તો આ વોટર માર્કમાં અલગ-અલગ દિશાઓમાં જનાર લાઇનો દેખાશે. આ સાથે જ અંકોમાં નોટનું મૂલ્ય પણ લખેલું હોય છે.
સિક્યોરિટી થ્રેડ પર ધ્યાન આપો
સિક્યોરિટી થ્રેડ અસલ નોટોને ઓળખવામાં ખૂબ જ વિશ્વાસપાત્ર રીત છે. આ થ્રેદ મહાત્મા ગાંધીના ફોટાની ડાબી બાજુ હોય છે, જેના પર ભારત અને આરબીઆઇ લખેલું હોય છે. ધ્યાન રહે કે 5 થી 50 રૂપિયાના નોટોના તાર પર ફક્ત ભારત છાપેલું હોય છે.
ઓળખ ચિહ્ન જુઓ
20 રૂપિયા અને તેનાથી વધુ મૂલ્યની નોટો પર ફ્લોરલ પ્રિંટની બરોબર નીચે એક ઓળખ ચિહ્ન બનેલું હોય છે. આ ખાસ પ્રકારનું નિશાન હોય છે જે બધી નોટોમાં અલગ આકારનું હોય છે અને વોટર માર્કની ડાબી બાજુ દેખાઇ છે. 20 રૂપિયામાં આ વર્ટિકલ રેક્ટેંગલ, 500 રૂપિયામાં ચોરસ, 100 રૂપિયામાં હોય છે.
રિઝર્વ બેંકની સીલ
20 રૂપિયા અને તેનાથી વધુ મૂલ્યના નોટો પર ફ્લોરલ પ્રિંટ, અશોક સ્તંભ, ઓળખ ચિહ્ન, રિઝર્વ બેંકની ગેરન્ટી, મૂલ્ય અદા કરવાનું વચન, રિઝર્વ બેંકના ગર્વનરની સહી, મહાત્મા ગાંધોનો ફોટો અને રિઝર્વ બેંકની સીલ ઉપસેલ પ્રિંટમાં હોય છે.
Trending Photos