અહો આશ્ચર્યમ! AMCએ 19 લાખ વીજ યુનિટનું કર્યું ઉત્પાદન! 132 કરોડ રૂપિયાનો કર્યો બચાવ

ઝી બ્યુરો/અમદાવાદ: એક તરફ છેલ્લા દોઢ મહીનામાં ગુજરાતમાં 15 કરતા વધુ નગરપાલીકા દ્વારા સ્ટ્રીટ લાઇટ સહીતના વીજ બીલ ભરવામાં ન આવતા રાજ્ય સરકારના આદેશ મુજબ વિવિધ વીજ કંપનીઓ દ્વારા તે પાલીકાના વીજ કનેક્શન કાંપી નાંખવામાં આવ્યા હતા. અને તેનુ મોટુ કારણ હતુ, તમામ પાલીકાઓ દ્વારા વીજ વપરાશ અને તેના બીલ ભરવા મામલે કોઇજ આયોજન ન કરવુ. પરંતુ મેગાસીટી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે કેટલાય વર્ષો પહેલા ભવિષ્યનુ આયોજન કરી દેવાયુ હોવાથી અત્યાર સુધી એએમસીએ 132 કરોડ કરતા વધુની વીજ બિલ રૂપી બચત કરી છે.

1/6
image

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર મહિને 17 અને વર્ષે અંદાજે 250 કરોડ જેટલી રકમ વીજબીલ ભરવા માટે ચૂકવવામા આવે છે. બીજી તરફ સોલાર તેમજ વિન્ડ પાવર પોલીસી અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરાઇ રહી છે, જેને રાજ્ય સરકારને સોંપી એએમસીના વીજ બિલ પેટે જમા લેવામાં આવતા એએમસીને અત્યાર સુધી રૂ. 132 કરોડ કરતા વધુની બચત થઇ છે  

2/6
image

એએમસી દ્વારા પોતાની વિવિધ ઝોનલ ઓફીસ, આરોગ્ય ભવન, ટ્રાન્સપોર્ટ હાઉસ તેમજ સરદાર પટેલ સ્ટેડિયમ સહીતના વિવિધ ભવનો ઉપરો સોલાર પેનલો પણ ફીટ કરાઇ છે. જેના થકી અત્યાર સુધી 19 લાખ વીજ યુનિટ ઉત્પાદન કરી રપિયા અઢી કરોડની બચત કરાઇ છે. તો વિન્ડ પાવર પ્રોજેકટ પોલીસી હેઠળ તંત્ર દ્વારા કચ્છના નખત્રાણા તેમજ જામજોધપુર ખાતે વિન્ડ પાવરની મદદથી વીજ યુનિટ જનરેટ કરવા નાંખવામાં આવેલા પ્લાન્ટથી 180 મિલીયન વીજ યુનિટનું ઉત્પાદન કરી રુપિયા 132 કરોડની બચત કરી છે

3/6
image

વર્ષ-2016ના જુન મહિનામા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કચ્છના નખત્રાણા ખાતે 4.2 મેગાવોટ ક્ષમતા ધરાવતો વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવામા આવ્યો હતો.આ પછી બીજા જ વર્ષે ડીસેમ્બર-2017 માં નખત્રાણા ખાતે વધુ એક વિન્ડ પાવર પ્લાન્ટ 4.2 મેગાવોટ ક્ષમતાનો સ્થાપવાનો નિર્ણય તંત્ર તરફથી લેવામા આવ્યો હતો. આ બે પ્લાન્ટને મળેલી સફળતા બાદ વર્ષ-2019 ના મે મહિનામા નખત્રાણા ખાતે 4.2 મેગાવોટ ક્ષમતા ધરાવતો ત્રીજો વિન્ડ પાવર પ્લાન્ટ શરુ કરવામા આવ્યો હતો. 

4/6
image

વર્ષ-2020-21 માં રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે મ્યુનિસિપલ તંત્રને સોલારરુફ ટોપ અને વિન્ડ પાવર પ્રોજેકટના માધ્યમથી અંદાજે 44 કરોડની બચત થતા જામજોધપુરના જામવાડી ખાતે હોથાજી ખડબા ખાતે 8.4 મેગાવોટ ક્ષમતા ધરાવતો ચોથો વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કરાયો હતો. આમ પાંચ વર્ષમા કુલ ચાર વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કરીને કુલ 132 કરોડની બચત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાઈ છે.

5/6
image

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાપિત કરવામા આવેલા વિન્ડ પાવર પ્લાન્ટમાંથી દર મહિને જેટલા યુનિટ વીજ ઉત્પાદન કરવામા આવે એ યુનિટની નોંધણી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ(જેટકો) દ્વારા કરવામા આવે છે. તમામ પ્રોજેકટ રજીસ્ટર્ડ કરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સ્થાપિત કરાયેલા પ્લાન્ટમાં ઉત્પન્ન થતા વીજયુનિટ સંદર્ભમા જેટકો દ્વારા દર મહિને સર્ટીફિકેટ અપાય છે. 

6/6
image

વીજ યુનિટના ઉત્પાદનની સામે એએમસી તરફથી જે જગ્યા સુચવવામા આવે તે જગ્યાએ વીજ યુનિટ બચત આપવામા આવે છે. મ્યુનિસિપલ તંત્ર તરફથી અત્યાર સુધી ઉત્પન્ન કરવામા આવેલા 180 મિલીયન વીજ યુનિટ પૈકી યુનિટના વેચાણ કરવાના બદલે તંત્રે બચેલા વીજ યુનિટનો લાભ તંત્ર માટે જ લીધો છે. આ પ્રોજેક્ટની સફળતા જોતા આગામી સમયમાં એએમસીના વિવિધ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરાંત વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો ઉપર પણ સોલાર પેનલો ફીટ કરવાનુ આયોજન કરાઇ રહ્યુ છે.