AMCએ કાલુપુર રેલવે સ્ટેશન પર જ મુસાફરોના કર્યા કોરોના ટેસ્ટિંગ, જુઓ Pics...
શહેરમાં બહારથી આવતા લોકોના કોરોના પોઝિટિવ આવવાના મામલે AMC દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર જ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. ટ્રેન દ્વારા આવતા મુસાફરોનું ફરજિયાત ચેકિંગ કરવામાં આવે છે
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: શહેરમાં બહારથી આવતા લોકોના કોરોના પોઝિટિવ આવવાના મામલે AMC દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર જ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. ટ્રેન દ્વારા આવતા મુસાફરોનું ફરજિયાત ચેકિંગ કરવામાં આવે છે. ટેસ્ટિંગ કર્યા બાદ જ મુસાફરો બહાર નીકળી શકે છે. સવારે ટેસ્ટિંગ દરમિયાન 26 કેસ પોઝિટિવ આવ્યા હતા. દિલ્હી અમદાવાદ રાજધાની ટ્રેનના મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. દિવસમાં આવતી 3 ટ્રેનના મુસાફરોનું નિયમિત ટેસ્ટિંગ થશે. વધુ પ્રમાણમાં પરપ્રાંતિય શ્રમિકો આવતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત સપ્તાહે 225 કરતા વધુ શ્રમિકો વિવિધ સાઈટ પર પોઝિટિવ મળી આવ્યા હતા.
શહેરમાં બહારથી આવતા લોકોના કોરોના પોઝિટિવ આવવાનો મામલો
Amc દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર જ ટેસ્ટિંગ શરૂ કરાયું
ટ્રેન દ્વારા આવતા મુસાફરો નું ફરજીયાત ચેકીંગ
ટેસ્ટિંગ કર્યા બાદ જ બહાર નીકળી શકે છે મુસાફરો
સવારે ટેસ્ટિંગ દરમ્યાન 26 કેસ પોઝિટિવ મળી આવ્યા
દિલ્હી અમદાવાદ રાજધાની ટ્રેન ન મુસાફરો નું થયું હતું ટેસ્ટિંગ
દિવસમાં આવતી 3 ટ્રેનના મુસાફરો નું થશે નિયમિત ટેસ્ટિંગ
વધુ પ્રમાણમા પરપ્રાંતિય શ્રમિકો આવતા હોવાથી લેવાયો છે નિર્ણય
ગત સપ્તાહે 225 કરતા વધુ શ્રમિકો વિવિધ સાઈટ પર પોઝિટિવ મળી આવ્યા હતા
Trending Photos