અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી! ઓગસ્ટમાં આ વિસ્તારોમાં વરસાદ ગાભા કાઢી નાંખશે!
Ambalal Patel, Gujarat Rain Prediction: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી ભારે ચોમાસાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે હવે જુલાઈ ઓગસ્ટ વિશે મોટી આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડશે, જૂનના અંતમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હતી, જેનાથી નદીઓ, જળાશયો અને તળાવો છલકાશે તેવું અનુમાન લગાવ્યું હતું. ત્યારે વાવાઝોડું અને ભારે વરસાદની સચોટ અગાહી કરનાર અંબાલાલ પટેલે જુલાઈ અને ઓગસ્ટમાં શું થવાનું છે તે વિશે પણ જણાવ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 20મી જુલાઈ સુધીમાં ગુજરાના મહત્તમ ભાગોમાં વરસાદ થશે. આ દરમિયાન હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 20થી 25 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે. જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં વરસાદ થશે. જુલાઈ મહિનાનો વરસાદ ડેમો અને જળાશયોમાં પાણી લાવશે. જુલાઈમાં સૌરાષ્ટ્ર - કચ્છના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.
ઓગસ્ટ મહિના અંગે અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં તાપી નદીના જળસ્તરમાં વધારો થશે, હળવો વરસાદ થશે. જુલાઈના અંતમાં તથા ઓગસ્ટની શરુઆતમાં વિષમ હવામાનની વિપરિત અસર રહેવાની શક્યતાઓ છે. જોકે અંબાલાલ પટેલે આ વર્ષે કાતરા નામની જીવાત થવાની પણ આગાહી કરી છે.
અંબાલાલ પટેલે ઓગસ્ટના વરસાદ વિશે વાત કરતાં જણાવ્યું છે કે, 17 ઓગસ્ટ પછી વરસાદમાં ઘટાડો થશે પરંતુ 23 ઓગસ્ટ પછી તેમાં વધારે ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. જોકે, આ પછી પાછોતરો વરસાદ સારો થવાની શક્યતાઓ રહેલી છે. ઓક્ટોબર માસ અંગે વાત કરીને તેમણે કહ્યું કે દરિયામાં ભારે પવન ફૂંકાશે. નવેમ્બરથી ફરી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સર્કિય થતા જોવા મળશે. ઓગસ્ટ માસનો થોડો ભાગ બાદ કરતા ચોમાસું સારું રહેશે.
ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલ કહે છે કે, ગુજરાતના ભાગોમાં ચોમાસું 101 ટકા જેવું રહેવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 104% કે તેનાથી ઉપર જવાની શક્યતાઓ છે. તેમણે હિંદ મહાસાગરનું વાતાવરણ સાનુકૂળ રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.
ભારતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લામા તા. ૧૯ જુલાઇના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં તા. ૨૦ અને ૨૧ જુલાઇના રોજ છૂટો છવાયો વરસાદ પાડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લા તા. ૧૯ જુલાઇના રોજ રેડ એલર્ટ તેમજ તા. ૨૦ જુલાઈનાં રોજ ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે જિલ્લાના ભાવનગર, ઘોઘા અને તળાજા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
ભાવનગર શહેરમાં એકથી દોઢ કલાક ધોધમાર વરસાદ વરસતા શહેરના તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, શાળા છૂટવાના સમયે જ વરસાદ થતાં ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભીંજાયા હતા, જોકે સારો વરસાદ વરસતા લોકોએ નાહવાની મજા માણી હતી.
Trending Photos