ગુજરાતમાં બન્યું અદભૂત ભૂલભૂલૈયા ગાર્ડન, 3 એકર જગ્યામાં ફરતા ફરતા એવા ખોવાઈ જશો

જયેશ દોશી/નર્મદા :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નર્મદાના કેવડિયાની મુલાકાતે આવશે. જ્યાં તેઓ બે નવા આકર્ષણોનું લોકાર્પણ કરશે. જેમાંથી એક છે મિયાવાકી ફોરેસ્ટ. અને બીજું ભૂલભૂલૈયા ગાર્ડન. જેને મેઝ ગાર્ડન પણ કહેવાય છે. વિદેશોમાં અને એડવેન્ચર પાર્કમાં જોવા મળતા વિશાળ ભૂલભૂલૈયા ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવાયું છે. 

1/10
image

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીની સામે ત્રણ એકરમાં આ ભવ્ય ભૂલભૂલૈયા ગાર્ડન બનાવવામાં આવ્યું છે  જેમાં પ્રવાસીઓને પોઝિટિવ એનર્જી મળે તે હેતુથી શ્રીયંત્રના આકારમાં અહીં વિવિધ છોડવાઓ રોપવામાં આવ્યા છે. લગભગ 1 લાખ 80 હજાર જેટલા પ્લાન્ટ્સને શ્રીયંત્રની ડિઝાઈનમાં રોપવામાં આવ્યા છે.

2/10
image

પ્રવાસીઓ અહીં આવે તો પ્લાન્ટ્સની વચ્ચે ભૂલા પડ્યા હોય તે પ્રકારનો અહેસાસ થશે. પરંતુ જો કોઈ ખોવાઈ જાય તો અહીં રહેલા ગાઈડ આ પ્રવાસીઓને રસ્તો શોધવામાં મદદ પણ કરશે અને બહાર પણ કાઢશે.

3/10
image

પોઝિટિવિટીથી ભરપૂર શ્રીયંત્રના આકારમાં આ ભૂલભૂલૈયા મેઝ ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓના આકર્ષણમાં વધુ ઉમેરો કરશે. 

4/10
image

આ પ્રોજેક્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કરશે. 

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image