નવી આગાહી : ફરી વાવાઝોડા જેવું આવશે, આ તારીખથી ફરી આવશે વરસાદ
IMD Weather Alert : 18 જાન્યુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે હવામાનમાં ફેરફાર થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા વરસાદની શક્યતા છે. પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. દક્ષિણ હરિયાણામાં પણ ચક્રવાતનું પરિભ્રમણ સર્જાયું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 18 જાન્યુઆરીએ એક નવી પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. ચાર દિવસ પછી 22 જાન્યુઆરીએ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ત્યારે ગુજરાત માટે કેવો સમય આવશે તે આગાહી જોઈએ.
ઠંડી અંગે મોટી આગાહી
ગુજરાતમાં ઠંડી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી ત્રણ દિવસ પછી ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે. ગુજરાત પરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વિવિધ જિલ્લાના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા ત્રણ દિવસથી વધઘટ થઈ રહી છે. હાલ ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફની છે. કાલથી ત્રણ દિવસ ઠંડીમાં આંશિક રાહત મળશે. પરંતુ આગામી ત્રણ દિવસ પછી ફરીથી તાપમાનનો પારો ગગડશે અને ઠંડીમાં ધ્રુજવું પડશે. ઉલ્લેખનીય છે કે હાલ અમરેલીની ઠંડીએ નલિયાને પાછળ છોડ્યું, જ્યારે પાંચ શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું.
ત્રણ દિવસ બાદ જુઓ શું થશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે માહિતી આપતા જણાવ્યું કે, હાલ રાજ્યમાં ઠંડીમાંથી આંશિક રાહત થઈ છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. અમદાવાદમાં તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું છે. રાજ્યનું સૌથી ઓછું તાપમાન અમરેલીમાં 8.2 ડિગ્રી નોંધાયું. તો પાંચ શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે.
દેશનું હવામાન ઝડપથી પલટાશે
હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી કેટલાક દિવસો સુધી ગાઢ ધુમ્મસ ચાલુ રહેશે. ઉત્તર-પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વાદળોનો જમાવડો છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની શક્યતા છે.
ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
18 જાન્યુઆરીથી સક્રિય થનારી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાલયના પ્રદેશ અને ઉત્તર પશ્ચિમના મેદાનોમાં હવામાન બદલાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 થી 22 જાન્યુઆરી દરમિયાન પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. 21 અને 22 જાન્યુઆરીએ રાજસ્થાન, ચંદીગઢ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે. તામિલનાડુ અને કેરળમાં 19 જાન્યુઆરીએ ભારે વરસાદનું એલર્ટ છે.
Trending Photos