ભલે મોજ ભલે; ખમીરવંતા ગુજરાતી ખેડૂતની અનોખી પહેલ, 20 લાખના ખર્ચે બનાવ્યું આલીશાન પંખીઘર, મળ્યો મોટો એવોર્ડ

નરેશ ભાલીયા/જેતપુર: ઉનાળાની શરૂઆત થતા લોકો પક્ષીધર બનાવીને પક્ષીઓને આશરો આપતા હોય છે, આવું જ એક પક્ષી ઘરની નોંધ યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ દ્વારા લેવાઈ છે અને આ પક્ષી ઘરને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ અપાયો છે. સાંકળી ગામે ભગવાનજીભાઈ એ ગામના પાદરે એક એવું પક્ષી ઘર બનાવ્યું છે જેની જોઈને કોઈ વૈભવી બંગલાને ભૂલી જાવ. 

1/9
image

શિવલિંગ આકારનું આ પક્ષી ઘર બનાવતા ભગવાનજીભાઈને 2 વર્ષ લાગ્યા અને 20 લાખનો ખર્ચ થયો છે. આ પક્ષી ઘરમાં પક્ષીઓને ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળે છે.

2/9
image

જ્યારે, 10 હજારથી પણ વધારે પક્ષીઓ અહીં રહી શકે તેવી બનાવટ છે. ત્યારે, ભગવાનજી ભાઈના આ પ્રયત્ન અને પક્ષી પ્રેમને નોંધ લઈ યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ અપાયો છે.

3/9
image

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં બનેલ એક પક્ષી ઘરની નોંધ યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ દ્વારા લેવામાં આવી છે, અને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ આપવામાં આવ્યો છે, સાંકળી ગામે યોજાયેલ એવોર્ડ સમારોહમાં ધારાસભ્ય જયેશ રાદડિયા, સહીત અનેક મહાનુભાવોની હાજરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો.

4/9
image

જેતપુર તાલુકાના સાંકળી ગામે ખેડૂત પુત્ર ભગવાનજીભાઈ એ ગામના પાદરમાં એક પક્ષી ઘર બનાવ્યું, શિવલિંગ આકારનું આ પક્ષી ઘર બનવતા ભગવાનજી ભાઈ ને દોઢ વર્ષ અને 20 લાખનો ખર્ચ થયો હતો.

5/9
image

ખાસ માટીના માટલામાંથી બનેલ આ પક્ષી ઘરની વિશેષતા છે કે અહીં જે માટલા વપરાય છે તેમાં પક્ષીઓને ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળે છે.

6/9
image

10 હજારથી પણ વધારે પક્ષીઓ રહી શકે તેવી બનાવટ છે, ભગવાનજી ભાઈના આ પ્રયત્ન અને પક્ષી પ્રેમની વાત થઈ શકે તેમ નથી. 

7/9
image

ભગવાનજીભાઈની આ મહનતની નોંધ દરેક લોકોએ લીધી હતી અને ભગવાનજીભાઈના આ પ્રયત્ન સાથે ભગવાનજીભાઈના પ્રયત્નને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ દ્વારા આ પ્રયત્નને જજ કરવામાં આવ્યો હતો.

8/9
image

જેમાં ભગવાનજીભાઈના પ્રયન્ત દ્વારા માત્ર પક્ષીઓ જ નહિ પરંતુ પક્ષીઓ દ્વારા જે કુદરતી રીતે વૃક્ષો અને અન્ય વનસ્પતિનું વાવેતર થશે અને વૃક્ષો પણ નવજીવન મળેશે. 

9/9
image

જેને લઈને ભગવાનજીભાઈના આ પ્રયત્નને બિરદાવા સાથે યુનિવર્સલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.