Varun Dhawan birthday special: ડાયરેક્ટર પિતાએ જ પુત્રને લોન્ચ કરવાની પાડી હતી ના, આવ્યો અને ચાલી ગયો
Varun Dhawan Birthday: બોલિવૂડ એક્ટર વરુણ ધવન આજે એટલે કે 24 એપ્રિલે પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. વરુણ ધવન આજે બોલિવૂડના હિટ અભિનેતાઓમાં સામેલ છે, પરંતુ શું તમે જાણો છો કે સુપરહિટ નિર્દેશક અને ફિલ્મ નિર્માતાનો પુત્ર હોવા છતાં, વરુણે ફિલ્મી દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. આવો, વરુણ ધવનના જન્મદિવસના અવસર પર, ચાલો જાણીએ અભિનેતા વિશે કેટલીક અજાણી વાતો...
વરુણ ધવન
વરુણ ધવને મુંબઈની જાણીતી સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ કોલેજનો અભ્યાસ ઈંગ્લેન્ડથી કર્યો હતો. જ્યાં નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ વરુણ ધવને નાઈટ ક્લબમાં પણ કામ કર્યું હતું.
વરુણ ધવનનું શિક્ષણ
વરુણ ધવને ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ આસિસ્ટન્ટ તરીકે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જોકે વરુણ ધવન 2012માં સ્ટુડન્ટ ઑફ ધ યરમાં મોટા પડદા પર જોવા મળ્યો હતો. પરંતુ વરુણ ધવને ફિલ્મ માય નેમ ઈઝ ખાનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વરુણ ધવને માય નેમ ઈઝ ખાનમાં કરણ જોહરને આસિસ્ટ કર્યો હતો.
વરુણ ધવનના પિતા
વરુણ ધવનના પિતા ડેવિડ ધવન બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક અને ફિલ્મ નિર્માતા છે. મનોરંજનના અહેવાલો અનુસાર, જ્યારે વરુણ ધવન ફિલ્મી દુનિયામાં આવવાનો હતો ત્યારે અભિનેતાના પિતાએ તેને પોતાના હોમ પ્રોડક્શનથી લોન્ચ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ વરુણે કરણની ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.
પ્રથમ ફિલ્મ
ત્યારબાદ વરુણ ધવને કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી. વરુણ ધવનની સાથે આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ આ ફિલ્મથી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
નવી ફિલ્મ
સ્ટુડન્ટ ઑફ ધ યર પછી, વરુણ ધવને દિલવાલે, મેં તેરા હીરો, બદ્રીનાથ કી દુલ્હનિયા, જુડવા 2, કલંક, કુલી નંબર 1, ભેડિયા, બાવળ જેવી ઘણી કોમેડી-રોમેન્ટિક-ડ્રામા ફિલ્મોમાં કામ કર્યું. અભિનેતા હવે એટલીની ફિલ્મ બેબી જ્હોનમાં એક્શન કરતો જોવા મળશે.
Trending Photos