Photos: ક્યારેય જોયો નોરાથી માંડીને મલાઇકાનો મેકઅપ વિનાનો લુક, તસવીરોમાં જુઓ યૂનિક લુક
Celebs Photos: સ્ટારને જ્યારે પણ જોઇએ છે ત્યારે તેમના કમાલના અંદાજથી ફેન્સનું દિલ જીતી લે છે. આજે પણ ઘણા બધા સેલેબ્સને સ્પોટ કરવામાં આવ્યા. કોઇએ સિમ્પલ અંદાજથી દિલ જીતી લીધું તો કોઇ સ્ટાઇલિશ આઉટફિટમાં કમાલના જોવા મળ્યા. તમામ સ્ટારનો લુક અલગ અને યૂનિક જોવા મળ્યો. એવામાં કેટલીક તસવીરો થોડી જ વારમાં ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ છે. આવો જોઇએ તમામની દિલકશ તસવીરો...
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર જ્યારે પણ જોવા મળે છે ત્યારે તે પોતાની સિમ્પલ સ્ટાઇલથી લાઈમલાઈટ ચોરી લે છે. આજે પણ અભિનેત્રી ગુલાબી ટોપ સાથે વાદળી રંગની ડેનિમ જીન્સ પહેરેલી જોવા મળી હતી. સાથે જ બન બનાવેલ છે.
નોરા ફતેહી
સ્ટાઈલ અને ફેશનના મામલે નોરાનો કોઈ મુકાબલો નથી. અભિનેત્રીએ જીન્સ સાથે સાદું બ્લેક ટોપ પહેર્યું છે. તે હીલ્સ પહેરેલી પણ જોવા મળી રહી છે.
બિપાસા બાસુ
બિપાશા બાસુ હાલમાં પોતાના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખી રહી છે. અભિનેત્રી જીમની બહાર જોવા મળી હતી. સિમ્પલ જિમ વેર સાથે અભિનેત્રીની સ્કીન ગ્લો કરતી જોવા મળે છે. આ સાથે તેણે ગોગલ્સ પણ પહેર્યા છે.
કરણવીર બોહરા-ડેનિયલ વેબર
કરણવીર બોહરા આજે પત્ની ટીજે સિદ્ધુ સાથે જોવા મળ્યો હતો. સની લિયોનનો પતિ ડેનિયલ વેબર પણ આ કપલ સાથે જોવા મળ્યો હતો. ત્રણેય સ્ટાર્સ તેમની સિમ્પલ સ્ટાઈલમાં આકર્ષક લાગી રહ્યા છે.
મલાઈકા અરોરા
જિમ બાદ મલાઈકા અરોરા પણ જોવા મળી હતી. અભિનેત્રીએ કાળા રંગના જેગિંગ્સ સાથે સફેદ રંગનું ટી-શર્ટ પહેર્યું છે. ટી-શર્ટ પર અભિનેત્રીનું કેરીકેચર છે, જે ફેન્સને પસંદ આવી રહ્યું છે.
મનીષા રાની
'ઝલક દિખલા જા' વિનર મનીષા રાનીની સ્ટાઈલિશ સ્ટાઈલ આજે જોવા મળી હતી. તે બ્લેક સ્કર્ટ અને ટોપ સાથે બૂટ પહેરેલી જોવા મળી હતી. તેના હાથમાં નાની બેગ પણ છે.
ધનશ્રી વર્મા
આ તમામ સ્ટાર્સની સાથે સાથે ધનશ્રી વર્મા પણ જોવા મળી. સિમ્પલ અને સ્ટાઇલિશ કોર્ડ સેટમાં તે કમાલની દેખાઇ રહી છે.
Trending Photos