CM Yogi Birthday: ઉંમરમાં CM યોગીની અડધી સદી, તસવીરોમાં જુઓ બાળપણથી જવાની સુધી આદિત્યનાથની સફર
CM Yogi Birthday: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આજે 51મો જન્મદિવસ છે. પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પહેલાં ગોરક્ષપીઠથી દીક્ષા લેનાર યોગી આદિત્યનાથની રાજનીતિમાં સમયે-સમયે ભૂમિકા બદલાતી રહી. બાળપણમાં સંન્યાસી અને પછી રાજનેતામાં આવનાર યોગીએ જીવનની દરેક ભૂમિકામાં સફળતા મેળવી. આજે તેમના જન્મદિવસ પર અમે બાળપણથી લઈને અત્યાર સુધીની કેટલીક યાદો તસવીરો દ્વારા વર્ણવી રહ્યાં છીએ.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બાળપણનું નામ અજય કુમાર બિષ્ટ હતું. આ તસવીર તેમના બાળપણની છે. તસવીર પૌડી જિલ્લા સ્થિત પંચૂર ગામમાં તેમના ઘરની સામેની છે.
શાળાના દિવસોમાં યોગી આદિત્યનાથ આવા દેખાતા હતા.
સ્કૂલના દિવસોમાં મિત્રો સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
મુખ્યમંત્રી યોગીની આ તસવીર વર્ષ 2010ની છે. તે બેંગકોકમાં એક ઝૂમાં વાઘના બાળકને દૂધ પીવડાવી રહ્યાં છે. યોગીની આ તસવીર પણ ખુબ વાયરલ થઈ હતી.
નાથ સંપ્રદાયની દીક્ષા પ્રક્રિયા બાદ અજય કુમાર બિષ્ટને યોગી આદિત્યનાથના રૂપમાં નવી ઓળખ મળી.
વર્ષ 1988માં યોગી આદિત્યનાથ પ્રથમવાર લોકસભાની ચૂંટણી જીત્યા હતા. આ તસવીરમાં જીત બાદ ખુશી મનાવતા યોગી.
1991માં ઋષિકેશમાં મુખ્યમંત્રી યોગી પોતાના મિત્ર સંદીપ બિષ્ટની સાથે.
ગોરખપુરમાં દશેરા જુલૂસનું નેતૃત્વ કરતા યોગી આદિત્યનાથ.
મુખ્યમંત્રી યોગીના ગોરખપુર મઠમાં ઘણી ગાયો છે. તે હંમેશા તેની સાથે સમય પસાર કરે છે.
મુખ્યમંત્રી યોગીની આ તસવીર ખુબ વાયરલ થઈ. તેમાં તેમના ખોળામાં એક વાંદરો બેઠો છે. બીજી તસવીરમાં તે પોતાના પાલતુ કુતરા ગુલ્લૂની સાથે સમય પસાર કરી રહ્યાં છે.
Trending Photos