નડિયાદમાં પહેલા વરસાદમાં જ કોલેજની બસ ફસાઈ, વિદ્યાર્થીઓને બારીમાંથી બહાર કઢાયા, PHOTOs

Gujarat Weather Forecast : મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે નડિયાદ શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદ તૂટી પડ્યો છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. આવામાં નડિયાદના શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં આ બસ પસાર થઈ રહી હતી. કોલેજ બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતાં અધવચ્ચે ખોટકાઈ હતી. અધવચ્ચે બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા. ત્યારે આસપાસના નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા. 
 

1/5
image

મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. એમાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. દાહોદમાં પણ વરસાદના કારણે નદી-નાળામાં નવી નીરની આવક થઈ છે.

2/5
image

પહેલા વરસાદમાં દેવગઢ બારિયાની પાનમ નદી છલકાઈ છે. દાહોદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે.  તોખેડાના તમામ તાલુકાઓમાં વરસાદ છે.

3/5
image

યાત્રાધામ ડાકોરમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો.

4/5
image

આ સાથે છોટાઉદેપુરના પાવી જેતપુર અને બોડેલીમાં મેઘરાજાએ મહેર કરી. સારો વરસાદ આવતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.

5/5
image