કપલ જાહેરમાં કરતું રહ્યું 'અભદ્ર વર્તન' એર હોસ્ટેસે ઓઢાળ્યો ધાબળો

Couple Kissing On Flight: ઘણી વખત કપલ એવા હોય છે, જેમણે પબ્લિક પ્લેસ પર હાજર લોકોથી ફર્ક પડતો નથી અને જાહેરમાં અભદ્ર વર્તન કરવા પર ઉતરી જાય છે. કંઇક આવો જ કિસ્સો પાકિસ્તાનમાં (Pakistan Flight) જોવા મળ્યો, જ્યારે એક કપલ ફ્લાઇટમાં હાજર લોકોની સામે Kiss કરવાનું શરૂ કર્યું હતું. આ હરકતને જોયા બાદ આસપાસના લોકોએ પ્લેનના કેબિન ક્રુને ફરિયાદ કરી હતી.

પાકિસ્તાનની એક ફ્લાઇટનો કેસ

1/5
image

ટ્રિબ્યુનમાં મળેલા સમાચારો અનુસાર, પાકિસ્તાનમાં એક કપલ કથિત રીતે ઘરેલું એરબ્લૂ ફ્લાઇટમાં (Pakistan Airblue Flight) એકબીજાને કિસ કરતા પકડાયું હતું. આ ઘટના 20 મેના રોજ કરાચીથી ઇસ્લામાબાદની (Islamabad) PA-200 ફ્લાઇટમાં બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ કપલ શરૂઆતની ચોથી હરોળમાં બેઠું હતું અને એકબીજાને કિસ કરવાનું શરૂ કર્યું હતું.

અભદ્ર કૃત્ય પર મુસાફરે કરી ફરિયાદ

2/5
image

કપલની આ અશ્લીલ કૃત્ય અંગે, મુસાફરે કેબિન ક્રૂમાં હાજર એર હોસ્ટેસને ફરિયાદ કરી હતી અને જાહેરમાં કિસ કરવાનો ઇનકાર કર્યો હતો. આ હોવા છતાં આ દંપતીએ વિમાનના કેબિન ક્રૂને જરાય સાંભળ્યું ન હતું અને ફરીથી આવી પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કર્યું હતું.

કપલે કંઈ સાભ્યું નહીં તો ધાબળો ઓઢાળ્યો

3/5
image

ત્યાર બાદ એરહોસ્ટેસે પણ તેમની પબ્લિકલી અશ્લીલતાને કાબુમાં રાખવા માટે તેણે એક ધાબળો ઓઢાળ્યો હતો. જેથી આસપાસ હાજર લોકો તેનાથી પ્રભાવિત ન થાય. મુસાફરોનો દાવો છે કે, અશ્લીલ હરકતો પર જ્યારે ત્યાં હાજર લોકોએ સવાલ ઉઠાવ્યો તો તેઓએ પાછો વળતો જવાબ આપ્યો કે તમે કોણ છો અમને આ બધુ કહેવાવાળા.

એક વકીલે કરી ફરિયાદ

4/5
image

ફ્લાઇટમાં સવાર એડવોકેટ બિલાલ ફારુક અલ્વીએ આ કેસની વિરુદ્ધ સિવિલ એવિએશન ઓથોરિટીને (સીએએ) ફરિયાદ નોંધાવી હતી. તેમણે દંપતીને રોકવા માટે એરલાઇન સ્ટાફ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવાની પણ ફરિયાદ કરી છે.

કેસની તપાસ શરૂ કરી

5/5
image

પાકિસ્તાનનો નાગરિક ઉડ્ડયન વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે. અલ્વીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ જાહેર કરીને દાવો કર્યો છે કે, દંપતીની વિરોધી વાત બોર્ડર્ડ પરિવારોની હાજરીમાં સમજાવી છે. (Photo Credit: Tribute.com)