PHOTOS: દિલ્હી-NCRમાં ભારે વરસાદ, ધોળે દહાડે અંધારપટ છવાયો, ટ્રાફિક જામ
તસવીરો દ્વારા જુઓ, વરસાદ પછી કેવી છે દિલ્હી-એનસીઆરમાં સ્થિતિ...
નવી દિલ્હી: હવામાન (Weather)એ ફરી એકવાર મિજાજ બદલ્યો છે. બુધવારે સવારેથી જ દિલ્હી અને એનસીઆર (Delhi-NCR)ના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) થઇ રહ્યો છે. ભારે વરસાદ બાદ દિલ્હીમાં લોકોને ભારે જામનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ વોટર લોગિંગ (Water Logging) પણ જોવા મળ્યું છે. રાજધાનીમાં વરસાદ સાથે સાથે આકાશમાં વાદળો છવાતા ધોળે દહાળે અંધારું છવાયું છે. જેના લીધે લોકોને પોતાની ગાડીઓની હેડલાઇટ ચાલુ કરવી પડી હતી.
હવામાન વિભાગે આપી ચેતાવણી
ભારતીય હવામાન વિભાગે નિવેદન જાહેર કરતાં કહ્યું કે આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની ચેતાવણી આપી છે. આ સાથે જ વિભાગે કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
ઘણા વિસ્તારોમાં પાણી ભરાય
દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણીના કારણે વોટર લોગિંગ થઇ ગયું છે. જેના કારણે ગાડીઓની ગતિ પર બ્રેક વાગી ગઇ છે અને ગાડીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે.
રસ્તા પર ટ્રાફિક જામ
વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિકજામ થયો છે. જેના કારણે લાંબી લાઇનો જોવા મળી રહી છે.
ધોળે દિવસે છવાયો અંધારપટ
ભારે વરસાદની સાથે કાળા વાદળોના કારણે દિવસે અંધારપટ છવાઇ ગયો છે. જેના લીધે લોકોને ગાડીઓની લાઇટ ચાલુ કરવી પડી રહી છે.
ગુરૂગ્રામમાં જળમગ્ન બન્યા રસ્તા
આ તસવીરને જોઇને તમે અંદાજો લગાવી શકો છો કે દિલ્હીને અડીને આવેલા ગ્રુરૂગ્રામમાં કેવી વ્યવસ્થા છે. વરસાદ શરૂ થતાં જ અહીં રસ્તા જળમગ્ન થઇ ગયા છે. પાણીનું સ્તર એટલું છે કે ઘણી ગાડીઓના ટાયર પણ તેમાં ડૂબી ગયા છે.
તાપમાનમાં થયો ઘટાડો
ગઇકાલે એટલે કે મંગળવારે પણ રાજધાનીમાં દિવસરભર વાદળો રહ્યા હતા. જ્યારે ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદની પણ સૂચના મળી હતી. જેથી તાપમાનમાં ઘટાડો થયો છે. મંગળવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જોકે સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ હતું.
Trending Photos