Photos: ડાયાબિટીસ હોય તો ચિંતા ન કરો, મન થાય ત્યારે કરી શકો છો આ 5 ફળનું સેવન, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક


Fruits in Diabetes: ડાયાબિટીસ એક એવો રોગ છે કે જે વ્યક્તિને એકવાર થઈ જાય તો તે જીવનભર દૂર થતો નથી. જ્યારે ફળોની વાત આવે છે, ત્યારે આપણે શું ખાવું અને શું ન ખાવું તેની મૂંઝવણમાં પડી જઈએ છીએ. આજે અમે તમને એવા 5 ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ડાયાબિટીસના દર્દીઓ આરામથી ખાઈ શકે છે.

 

ડાયાબિટીસમાં ફળનું સેવન

1/6
image

 હકીકતમાં ફળમાં ફુક્ટોઝ નામનું નેચરલ સુગર હોય છે, જે શરીરમાં પ્રવેશ કરી લિવરને તોડવાનું શરૂ કરી દે છે. જેનાથી બ્લડ સુગર વધી જાય છે અને ડાયાબિટીસના દર્દીઓની સ્થિતિ ખરાબ થવાનું શરૂ થઈ જાય છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓને તે ફળ ખાવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

આલૂ

2/6
image

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, ડાયાબિટીસથી પીડિત લોકો માટે પીચ ખાવું સલામત છે. આ ફળ હૃદય, આંખો અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં વિટામીન C, A, E, K, મિનરલ્સ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરની ફિટનેસમાં વધારો કરે છે.

કીવી

3/6
image

કીવી પણ સફરજન જેવું એક ઉત્તમ ફળ છે, જેને ડાયાબિટીસના દર્દીઓ સરળતાથી ખાઈ શકે છે. તેમાં વિટામીન C, K, A, E, ખનિજો, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે, જેના કારણે બ્લડ શુગર નથી વધતું.

એવોકાડો

4/6
image

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે એવોકાડો એક એવું ફળ છે જે ડાયાબિટીસના દર્દીઓ આરામથી ખાઈ શકે છે. તેનું કારણ એ છે કે તેમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે, જે બ્લડ સુગર પર ઓછી અસર કરે છે. તેની સાથે તેમાં ઉચ્ચ ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, કે, ઈ અને બી હોય છે. જેના કારણે બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

સફરજન

5/6
image

સફરજનને ડાયાબિટીસ માટે અનુકૂળ ફળ કહેવામાં આવે છે. તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેના કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેમાં વિટામીન A, C અને B, મિનરલ્સ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ આ ફળ ખાઈ શકે છે.

સંતરા

6/6
image

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તમે નારંગીને વિટામિન સીનું પાવર હાઉસ કહી શકો છો. આ વિટામિન સીના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ રોગો સામે લડવામાં મજબૂત બને છે. આ ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને બ્લડ શુગર વધતી નથી. આવી સ્થિતિમાં તેનું આરામથી સેવન કરી શકાય છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.