Navratri 2023: નવરાત્રિમાં જોરદાર કરો ડાંડિયા રાસ, વજન ઓછું થવાની સાથે હૃદય પણ રહેશે સ્ટ્રોંગ

Shardiya Navratri 2023: 15મી ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. આ આનંદ માણવાનો અને સામાજિક સમારોહનો પણ સમય છે. આ 9 દિવસ લાંબો ઉત્સવ દેશભરમાં વિવિધ પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે અને તેમાં પણ ઉલ્લેખનીય છે ગુજરાતનું લોકનૃત્ય ડાંડિયા છે. આ નૃત્યમાં લાકડાની ડંડીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને દાંડિયા કહેવામાં આવે છે. આ નૃત્ય મોટા ગ્રુપમાં કરવામાં આવે છે, જ્યાં પુરુષો અને સ્ત્રીઓ આ લાકડાની ડંડીનો ઉપયોગ કરીને નૃત્ય કરે છે. દાંડિયા રમવું એ એક રોમાંચક અનુભવ છે અને તે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. 
 

વજનમાં ઘટાડો

1/5
image

દાંડિયા નૃત્ય એ ઉચ્ચ-તીવ્રતા કાર્ડિયો વર્કઆઉટ છે, જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. એક કલાકનો દાંડિયા ડાન્સ અંદાજે 500 કેલરી બર્ન કરી શકે છે.

મજબૂત મસલ્સ

2/5
image

દાંડિયા નૃત્ય હાથ, ખભા અને પગના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

તણાવ ઓછો કરો

3/5
image

દાંડિયા નૃત્ય એક મનોરંજક અને સામાજિક પ્રવૃત્તિ છે, જે તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે.

હૃદયનું સ્વાસ્થ્ય

4/5
image

દાંડિયા ડાન્સ હૃદયના ધબકારા અને રક્ત પ્રવાહમાં વધારો કરે છે, જેનાથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. 

સ્ફૂર્તિ અને લચીલાપણું

5/5
image

દાંડિયા નૃત્ય ચપળતા અને લવચીકતાને સુધારવામાં મદદ કરે છે, જે ઇજાઓને ઘટાડવામાં મદદ કરી શકે છે.