આ 6 દેશમાં ખુલ્લેઆમ થાય છે દેહ વેપાર, સેક્સ વર્કર્સ આપે છે જાહેરાતો, ત્યાં જવા માટે થાય છે પડાપડી!
દુનિયાના લગભગ દરેક દેશમાં સેક્સ વર્કર્સ હોય છે. ક્યાંક ગૂપચૂપ આ પ્રકારે દેહ વેપાર કે વેશ્યાવૃત્તિ થતી હોય છે તો કેટલાક દેશોએ સેક્સ વર્કર્સના કામને માન્યતા આપેલી છે. એવા અનેક દેશો તમને જોવા મળશે જ્યાં સેક્સ ટુરિઝમ ડેસ્ટિનેશનનો થપ્પો લાગેલો છો.
Popular Sex Tourism Destinations: સેક્સ ટુરિઝમ ડેસ્ટિનેશન એવા દેશોને કહે છે જ્યાં ખુલ્લેઆમ દેહવેપાર થાય છે. અહીં સેક્સ વર્કર્સનું ઠેર ઠેર દેખાવું એ સામાન્ય વાત છે. અનેક જગ્યાએ તે એક ધંધા તરીકે જોવાય છે અને સેક્સ વર્કર્સ ટેક્સ પણ ભરે છે. આજે અમે તમને એવા જ કેટલાક દેશો વિશે જણાવીશું જ્યાં ખુલ્લેઆમ વેશ્યાવૃત્તિ થાય છે.
સ્પેન
સ્પેનના અનેક શહેરો જેમ કે મેન્ડ્રિડ, અને બાર્સિલોના વગેરે પોતાની નાઈટલાઈફ માટે તો જાણીતા છે જ પરંતુ અહીં સેક્સ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પણ તે જોવામાં આવે છે. અહીં વેશ્યાવૃત્તિ ખતમ કરવાની કોશિશો ખુબ થઈ પરંતુ કોઈ અસર જોવા મળી નહીં.
જર્મની
સેક્સ ટુરિઝમ માટે જર્મની પણ ખુબ મશહૂર છે. અહીં વેશ્યાવૃત્તિ કાયદેસર છે અને સેક્સ વર્કર્સને સુરક્ષા આપવા માટે કાયદા પણ બનાવવામાં આવેલા છે. અહીં સેક્સ વર્કર્સ સરકારને ટેક્સ આપે છે અને ગ્રાહકોને બોલાવવા માટે જાહેરાત સુદ્ધા આપી શકે છે.
દુનિયાનું સૌથી મોટું વેશ્યાલય
જર્મનીમાં જ દુનિયાનું સૌથી મોટું વેશ્યાલય છે. જેનું નામ છે પેરેડાઈઝ. આ 12 માળના બિલ્ડિંગ પેરેડાઈઝમાં સેકડો સેક્સ વર્કર્સ દિવસ રાત કામ કરે છે.
બ્રાઝીલ
બ્રાઝીલમાં વેશ્યાવૃત્તિ મોટા પાયે થાય છે. અહીં વેશ્યાલય ખોલવા માટે લાઈસન્સ અપાય છે. જેમાં સેક્સ વર્કર્સ એપોઈન્ટ કરાય છે. બ્રાઝીલમાં પણ પ્રોસ્ટીટ્યૂશન મોટી ઈન્ડસ્ટ્રી છે.
નેધરલેન્ડ
સેક્સની શોધમાં મોટી સંખ્યામાં લોકો નેધરલેન્ડ પણ જાય છે. નેધરલેન્ડમાં પણ વેશ્યાવૃત્તિ કાનૂની રીતે માન્ય છે. નેધરલેન્ડની રાજધાની અર્મસ્ટર્ડમમાં ડી વોલન સૌથી મોટો અને સૌથી પ્રસિદ્ધ રેડ લાઈટ એરિયા છે.
કોલંબિયા
ખુબ જ સુંદર મહિલાઓ માટે મશહૂર કોલંબિયા હવે દુનિાયનું સેક્સ ટુરિઝમ કેપિટલ પણ બની રહ્યું છે. અહીં પણ દેહ વેપાર સંપૂર્ણ રીતે કાયદેસર છે.
થાઈલેન્ડ
થાઈલેન્ડના સ્પા, મસાજ અને તેના નામ પર ચાલતા સેક્સ રેકેટના સમાચારો તો ઘણા સામે આવતા હોય છે. થાઈલેન્ડમાં પણ વેશ્યાવૃત્તિ ખુલ્લેઆમ ચાલે છે. આંકડા મુજબ અહીં લગભગ 40 લાખ છોકરીઓ-મહિલાઓ આ કામ સાથે જોડાયેલી છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos