રેખાથી માંડીને સલમાન સુધીના કલાકારોએ બદલ્યા છે નામ, ખબર છે સાચા નામ

Bollywood Star Real Name: બોલીવુડમાં તમામ સ્ટાર્સ એવા છે જેમની પોપુલારિટી કોઇ બીજા નામથી છે પરંતુ અસલ જીંદગીમાં તેમનું નામ કંઇક અલગ છે. આ યાદીમાં જૂના જમાનાથી માંડીને નવા જમાના એક્ટર-એક્ટ્રેસ સામેલ છે. તેમાંથી કેટલાકનું માનવું હતું કે તેમના નવા નામે તેમને નામના અપાવી છે તો કોઇનું માનવું છે કે નામ બદલતાથી તેમની દુનિયા જ બદલાઇ ગઇ. આવો એવા કેટલાક સ્ટાર્સ અસલી નામો વિશે જાણે છે... 

અક્ષય કુમાર

1/10
image

બોલીવુડના ખેલાડી કુમાર અને એક્શન કિંગના નામે ઓળખ બનાવનાર અક્ષય કુમારનું અસલી નામ અક્ષય નથી. અક્ષયનું અસલીનું નામ 'રાજીવ હરીઓમ ભાટીયા' છે. 

દિલીપ કુમાર

2/10
image

દિલીપ કુમાર ખરેખર બોલીવુડના પહેલા સુપરસ્ટાર છે. તમને જાણીને આશ્વર્ય થશે કે દિલીપ કુમારનું અસલી નામ 'મો.યૂસુફ ખાન' છે. 

નગમા

3/10
image

નગમા મુંબઇમાં પેદા થઇ હતી અને તેમનું નામ રાખવામાં આવ્યું હતું નંદિતા અરવિંદ મોરારજી. 

રેખા

4/10
image

એક્ટ્રેસ રેખાનું પુરૂ નામ 'ભાનુરેખા ગણેશન' છે, જે તેમણે ફિલ્મી દુનિયામાં આવીને ફક્ત રેખા કરી લીધી હતી.

મહિમા ચૌધરી

5/10
image

વર્ષ 1997 માં 'પરદેસ' થી ફિલ્મોમાં આવેલી મહિમા ચૌધરીને આ નામ ફિલ્મના ડાયરેક્ટર સુભાષ ઘાઇએ આપ્યું હતું. આમ તો મહિમાનું અસલી નામ રિતુ ચૌધરી છે. 

તબ્બૂ

6/10
image

બોલીવુડમાં પોતાની એક્ટિંગની બેતાઝ બાદશાહ ગણાતી તબ્બૂ આજે પણ બોલીવુડમાં કામ કરી રહી છે. તબ્બૂનું નામ તબસ્સુમ હાશિમ ખાન હતું, પરંતુ ફિલ્મોમાં આવતાં પહેલાં તેમણે તેને સરળ બનાવી દીધું જેથી લોકોને તેમનું નામ યાદ રહી જાય.

શિલ્પા શેટ્ટી

7/10
image

શિલ્પા ફિલ્મોથી દૂર છે, પરંતુ તેમણે લોકોને પસંદ કરે છે. ફિલ્મોમાં આવતાં પહેલાં તેમનું નામ અશ્વિની શેટ્ટી હતું પરંતુ પછી તેમણે શિલ્પા કરી દીધું.   

ઇરફાન ખાન

8/10
image

1967માં જન્મેલા આ એક્ટરનું નામ સાહબજાદે ઇરફાન અલી ખાન છે. એક સમયમાં તેમણે કહ્યું કે તેમનું નામ ફક્ત ઇરફાન લખવામાં આવે. 

કૈટરીના કૈફ

9/10
image

બોલીવુડમાં બાર્બી ડોલના નામે જાણિતી કૈટરીના કૈફનું અસલી નામ કેટ તુર્કોટે છે. કૈટરીનાએ પોતાની પહેલી ફિલ્મ દરમિયાન પોતાનું નામ બદલ્યું, તેમણે કૈફ પોતાના પિતાના સરનેમથી લીધું છે. 

સલમાન ખાન

10/10
image

1965 માં જન્મેલા સલ્લુનું મૂળ નામ અબ્દુલ રાશિદ સલીમ સલમાન ખાન છે. પોતાનું બોલીવુડ ડેબ્યૂ સલમાને ફિલ્મ 'બીબી હો તો એવી' (1988) થી કર્યું હતું.