ગુજરાતમાં અહીં પનોતી ઉતારવા લોકો ચંપલ મૂકીને જાય છે, દર્શન કરવાથી ક્યારેય નથી નડતી શનિની પનોતી

Shani Jayanti 2024 ગોવિંદ આહીર/દ્વારકા : આજરોજ શનિ જયંતિ છે. સમગ્ર દેશના મંદિરોમાં તેની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. સાથે જ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના હાથલા મુકામે આવેલ પ્રાચીન શનિ મંદિરમાં લોકો દૂરદૂરથી આવી રહ્યાં છે. આ મંદિરમાં શનિદેવ પ્રગટ થયા હતા. 

1/8
image

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામને શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે. જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગણાપુર માનવામાં આવે છે. તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ્યા હતા. 

2/8
image

આજે શનિ જયંતી હોય આ ઐતિહાસિક સ્થળે વહેલી સવારથી જ શનિભક્તો ઉમટી પડ્યા છે. શનિદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી છે.

3/8
image

મંદિરના પૂજારી ચિરાગપુરી બાપુએ જણાવ્યું કે, અહીં શનિદેવની સાથો સાથ નવ ગ્રહ તેમજ પનોતી દેવીની પણ પ્રતિમા આવેલી છે. એક માન્યતા મુજબ લોકો પોતાની પનોતી ઉતારવા અહીં પોતાના પહેરેલા ચંપલ મૂકી જતા હોય છે. પનોતી ઉતારવાના ચંપલ મૂકવા માટે અહી ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. 

4/8
image

અહીં આવેલ પવિત્ર કુંડના પાણીથી સ્નાન કરી શ્રદ્ધાળુ ઓ શની દેવની કૃપા પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે.   

5/8
image

હાથલાના શનિદેવ મંદિર 1500 વર્ષથી પણ જુનુ હોવાનુ કહેવાય છે. અહીં આવેલા ભક્તો શનિદેવતાની કૃપા પ્રાપ્ત કરવા શનિદેવને તેલ, અડદ, કાળું કપડું, લોખંડ ધરી પૂજા અર્ચના કરતા હોય છે. 

6/8
image

આજે શનિ જયંતી હોય અંદાજે 1 લાખ થી વધુ ભક્તો અહીં દિવસભર દર્શન કરવા આવી પહોંચશે. વહેલી સવારે ત્રણ વાગ્યાથી જ લાંબી કતારો લાગી હતી. ભક્તો માટે અહીં પ્રસાદ રૂપી ભોજનની પણ વ્યવસ્થા કરવામા આવે છે.  

7/8
image

મોટા મોટા પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો સાગર સમાન પ્રવાહ શનિ જયંતીના દિવસે આ ગામે પહોંચે છે. અહીંયા ભગવાન શનિદેવના મંદિર પટાંગણમાં જ શનિકુંડ આવેલો છે. 

8/8
image

ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ ભારતભરમાંથી આવેલા દર્શનાર્થીઓ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા પધારતા હોય છે. ત્યારે દૂર-દૂરથી આવતા ભક્તો અહીં આવીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરી રહ્યા છે.