આ ક્રિકેટરનું તેની ગર્લફ્રેંડ સાથે થઇ ગયું બ્રેકઅપ, જાણો કેવી રીતે ક્રિકેટ બની કારણ

ક્રિકેટ અને ગ્લેમરનો જૂનો સંબંધ રહ્યો છે. ફક્ત ભારતમાં જ નહી, વિદેશોમાં પણ ઘણા ક્રિકેટર હિરોઇનો, ગાયિકાઓ અને મોડલોના દિવાના રહ્યા છે. 

Stuart Broad, Mollie King

1/8
image

ક્રિકેટ અને ગ્લેમરનો જૂનો સંબંધ રહ્યો છે. ફક્ત ભારતમાં જ નહી, વિદેશોમાં પણ ઘણા ક્રિકેટર હિરોઇનો, ગાયિકાઓ અને મોડલોના દિવાના રહ્યા છે. કેટલાકને પ્રેમ થયો અને પોતાના અંદાજ સુધી પહોંચી શક્યો છે તો કેટલાકનું વચ્ચે જ બ્રેકઅપ થઇ ગયું. આ બ્રેકઅપનું કારણ બંનેના વિચાર એકબીજા સાથે મેચ ન થયા અથવા કોઇને બીજા સાથે પ્રેમ થઇ ગયો, પરંતુ આ તમને જાણીને ખૂબ આશ્વર્ય થશે કે એક ક્રિકેટર થશે જ એક ક્રિકેટરનો પ્રેમ તેમના ક્રિકેટના લીધે નિષ્ફળ ગયો છે. મીડિયા અહેવાલોના અનુસાર ઇંગ્લેંડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડનું બ્રેકઅપ પોતાની ગર્લફ્રેંડ સાથે ક્રિકેટના લીધે થઇ ગયું છે. (PIC : Instagram- Mollieking/stuartbroad)

Stuart Broad, Mollie King

2/8
image

ઇંગ્લેંડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડનો ગત પાંચ મહિનાથી ગાયિકા મૌલી કિંગ સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. તેમના પ્રેમને લઇને ઘણી કહાણીઓ મીડિયામાં ચાલી રહી હતી. સોશિયલ મીડિયા પર મોટાભાગે આ કપલની ચર્ચા થઇ રહી છે, પરંતુ હવે આ ચર્ચા છે આ બંનેની વચ્ચે બ્રેકઅપ થઇ ગયું છે. (PIC : Instagram- Mollieking/stuartbroad)

Stuart Broad, Mollie King

3/8
image

મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર ખબર પડી છે કે એકબીજાથી ગાઢ રીતે જોડાયેલા આ કપલ માટે પોતાની પ્રોફેશનલ અને અંગત જીંદગીને એકસાથે ચલાવવી મુશ્કેલ થઇ રહી છે. એવામાં સ્ટુઅર્ટ બ્રોડ અને મૌલી કિંગે અલગ થવાનો નિર્ણય કરી લીધો. (PIC : Instagram- Mollieking/stuartbroad)

Stuart Broad, Mollie King

4/8
image

એક બ્રિટિશ સમાચારપત્રના અહેવાલ અનુસાર સ્ટુઅલર્ટ બ્રોડના વ્યસ્ત ક્રિકેટ શિડ્યૂલના લીધે ગાયિકા મૌલી કિંગે સંબંધ તોડી દીધો. તમને જણાવી દઇએ કે ઇગ્લેંડ વચ્ચે લાંબી સીરીઝ ચાલી રહી છે. 3 જુલાઇથી શરૂ થયેલી આ સીરીઝ સપ્ટેમ્બર સુધી રમવામાં આવશે. આ સીરીઝમાં ટી-20 અને વન-ડે મેચ રમાઇ છે અને હવે 5 મેચોની ટેસ્ટ સીરીઝ બંને દેશો વચ્ચે રમાઇ રહી છે.  (PIC : Instagram- Mollieking/stuartbroad)

Stuart Broad, Mollie King

5/8
image

કહેવામાં આવી રહ્યું છે કે મૌલી કિંગે સ્ટુઅર્ટ બ્રોડની આ વ્યવસ્તાઓ અને સમય ન આપવાના લીધે બ્રેકઅપ કરી લીધું છે. સમાચાર છે કે બ્રોડ અને મૌલીએ સોશિયલ મીડિયા પર પર એકબીજાને ફોલો કરવાનું છોડી દીધું છે.  (PIC : Instagram- Mollieking/stuartbroad)

Stuart Broad, Mollie King

6/8
image

સ્ટુઅર્ટ બ્રોડ અને મૌલી કિંગના અંગત મિત્રોનું કહેવું છે બ્રોડના વ્યસ્ત ક્રિકેટ શિડ્યૂઅલના લીધે આ બંને એકબીજાને નિયમિત રીતે જોઇ પણ શકતા ન હતા. તેના લીધે ખૂબ જ સમસ્યાઓ ઉભી થતી હતી. સ્થિતિઓ વધુ ખરાબ થાય તે પહેલાં બંને એકબીજાથી અલગ થઇ ગયા.  (PIC : Instagram- Mollieking/stuartbroad)

Stuart Broad, Mollie King

7/8
image

બ્રિટિશ સમાચાર પત્રમાં છપાયેલા એક સમાચાર અનુસાર મૌલી અને સ્ટુઅર્ટનો રોમાંસ ખતમ થઇ ચૂક્યો છે. બંનેના શિડ્યૂલ વ્યસ્ત છે. બંને માટ એકબીજાને જોવા મુશ્કેલ થઇ ગયા હતા. બંનેના મનમાં કટુતા નથી અને બંને આ પ્રકારે એકબીજાથી અલગ થઇ રહ્યા છે.  (PIC : Instagram- Mollieking/stuartbroad)

Stuart Broad, Mollie King

8/8
image

મૌલી કિંગે થોડા સમય પહેલાં એક ઇન્ટવ્યુંમાં કહ્યું હતું કે અમે કેટલીક ડેટ્સ પર ગયા, પરંતુ તે શરૂઆતની મુલાકાતો હતી. સ્ટુઅર્ટ બ્રોડ ખૂબ સારા વ્યક્તિ છે. અમે ઘણા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. મને યાદ નથી કે અમે પહેલીવાર ક્યારે મળ્યા હતા. હું મારી પ્રોફેશનલ અને અંગત જીંદગીની દરેક પળ દિલથી લઉ છું. ઘણીવાર આ યોગ્ય નથી. તમને જણાવી દઇએ કે મોડલ બિયલી મિશેલના બ્રેકઅપ બાદ સ્ટુઅર્ટ બ્રોડનો સંબંધ ગાયિકા મૌલી કિંગ સાથે જોડાયો હતો.  (PIC : Instagram- Mollieking/stuartbroad)