Farmers Protest: 4 લેયર પ્રોટેક્શનમાં ફેરવાઇ દિલ્હીની સુરક્ષા, સિંધુ બોર્ડર કરી આ વ્યવસ્થા

ખેડૂતોએ આંદોલનને વેગવંતુ કરવા અને ભૂખ હડતાલ કરીને જાહેરાત બાદ દિલ્હી પોલીસે સિંધુ બોર્ડર પર 4 લેયર સુરક્ષા પ્રોટેક્શન કર્યું છે. 

નવી દિલ્હી: ખેડૂત નેતાઓ દ્રારા શનિવારને આંદોલન (Farmers Protest) વેગવંતુ કરવાની જાહેરાતને ધ્યાનમાં રાખતાં દેશની રાજધાની દિલ્હી (Delhi)ના સિંધુ બોર્ડર (Singhu Border)પર પોલીસે સુરક્ષાને વધારતાં સીમેન્ટ બેરિકેડ પર સાંકળો સાથે તાળા લગાવી દીધા. જેથી બેરિકેડને હટાવી કે તોડી ન શકાય. તમને જણાવી દઇએ કે પોલીસે સુરક્ષાના ભાગરૂપે માટીના ભરેલા ડમ્પર, બેરિકેડ અને ફરી સીમેન્ટના બેરિકેડ લગાવી દીધા છે. એટલું જ નહી, આ થ્રી લેયર પ્રોટેક્શન બાદ રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાન અને બીએસએફની તૈનાત કરી દેવામાં આવ્યા છે. 

14 ડિસેમ્બરના રોજ ભૂખ હડતાલ કરશે ખેડૂત

1/5
image

નવા કૃષિ કાયદાના વિરોધમાં ગત 15 દિવસોથી દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર (Singhu Boder)પર ધરણા આપી રહેલા હજારો ખેડૂતોએ પોતાનું આંદોલન (Farmers Protest) તેજ કરવાની જાહેરાત કરી છે. શનિવારે સાંજે પત્રકાર પરિષદ કરીને ખેડૂત નેતા કમલપ્રીત પન્નૂ (Kamal Preet Singh Pannu)એ 14 ડિસેમ્બરના રોજ ભૂખ હડતાલની જાહેરાત કરી છે. 

આવતીકાલે દિલ્હી-જયપુર હાઇવે બંધ કરશે ખેડૂત

2/5
image

પન્નૂએ કહ્યું કે અમારા ધરણા દિલ્હીના 4 સ્થળો પર ચાલી રહ્યા છે. રવિવારે રાજસ્થાન બોર્ડરથી હજારો ખેડૂતો ટ્રેક્ટર માર્ચ નિકાળશે અને દિલ્હી-જયપુર હાઇવે બંધ કરશે. 14 ડિસેમ્બરના રોજ ખેડૂત દેશની દરેક ડીસી ઓફિસની બહાર પ્રોટેસ્ટ કરશે. તેમણે કહ્યું કે અમે અમારી માતાઓ-બહેનોને પણ આંદોલનમાં બોલાવી રહ્યા છીએ. તેમના માટે અહીં રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

મુદ્દો લટકાવવાથી આંદોલન નબળુ નહી થાય

3/5
image

ખેડૂત નેતાએ કહ્યું કે સરકાર વિચારે છે કે કેસ લટકાવી દેવામાં આવે તો આ આંદોલન નબળો પડી જશે. પરંતુ તેમની ભૂલ છે. અમારું આંદોલન શાંતિપૂર્ણ રહેશે. અમે કાયદો રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું. 

કાયદો રદ કરવો પડશે, સુધારો મંજૂર નહી

4/5
image

અમે સરકારને સ્પષ્ટ કહી દીધું છે. કાયદો રદ કરવો પડશે. ફેરફાર મંજૂર નથી. સરકાર કહી રહી છે કે આ કાયદો ખેડૂતોની ભલાઇ માટે છે. પરંતુ હકિકતમાં કાયદો, ટ્રેડર, કોર્પોરેટર ઘરાના માટે બનાવવામાં આવ્યો છે. 

કમોસમી વરસાદના લીધે પાક નષ્ટ

5/5
image

તો બીજી તરફ ગુજરાતના વિભિન્ન ભાગોમાં કમોસમી વરસાદના કારણે પાકને મોટું નુકસાન થયું છે. મગફળી, જીરા અને કપાસના પાકને અસર પડી છે. ખેડૂતોના નુકસાનને જોતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કમોસમી વરસાદ અને પાકને નુકસાનની જાણકારી મંગાવી છે અને અસરગ્રસ્ત ખેડૂતોને તે મુજબ વળતર આપવામાં આવશે.