Farmers Protest: દિલ્હી-નોઈડાના રસ્તે DND પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ, જુઓ PHOTOS

ટ્રાફિક જામના કારણે અનેક કલાકથી લોકો તેમાં ફસાયેલા છે. ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

નવી દિલ્હી: ખેડૂતોનું કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 12 દિવસથી દિલ્હી બોર્ડર પર પ્રદર્શન ચાલુ છે. ખેડૂતોના પ્રદર્શનના કારણે દિલ્હીની સરહદો કાં તો એકદમ બંધ છે અથવા તો આંશિક રીતે ખુલ્લી છે. આવામાં લોકોને દિલ્હીથી નોઈડા જવા માટે ખુબ મુશ્કેલીઓ પડી રહી છે. આ બધા વચ્ચે દિલ્હી અને નોઈડા અવરજવરના રસ્તે DND ફ્લાઈઓવર પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. જુઓ એક્સક્લુઝિવ તસવીરો...

DND પર અનેક કલાકોથી ટ્રાફિક જામમાં ફસાયા લોકો

1/5
image

દિલ્હી નોઈડાના રસ્તામાં DND પર ટ્રાફિક જામ થવાના કારણે લોકોને  ખુબ મુશ્કેલીઓ પડી રહી છે. અનેક લોકો આજે પોતાની ઓફિસ કે અન્ય જરૂરી કામ માટે દિલ્હી જવા ઘરેથી નીકળ્યા હતા. પરંતુ DND ફ્લાય ઓવર પર ટ્રાફિક જામમાં ફસાયા

DND ફ્લાયઓવર પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ

2/5
image

મોટાભાગના લોકો એક સાથે DNDના રસ્તે નોઈડાથી દિલ્હી જવાના કારણે અહીં લગભગ 3 કિમી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. લોકો અનેક કલાકોથી ટ્રાફિકમાં ફસાયા છે. 

દિલ્હી પોલીસની ટ્રાફિક એડવાઈઝરી

3/5
image

દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત પ્રદર્શનના કારણે દિલ્હી આવવા જવા માટે અનેક રસ્તા બંધ છે. આવામાં દિલ્હી  પોલીસે લોકોને નોઈડા આવવા જવા માટે DND ફ્લાયઓવર વાપરવાની સલાહ આપી છે. પરંતુ આજે ગાડીઓ વધુ સંખ્યામાં હોવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો. 

ખેડૂતોના પ્રદર્શનના કારણે નોઈડા લિંક રોડ બંધ

4/5
image

ખેડૂતોના પ્રદર્શનના કારણે નોઈડાથી દિલ્હી આવવા જવા માટે નોઈડા લિંક રોડ બંધ છે. દિલ્હી પોલીસે લોકોને નોઈડાથી દિલ્હી આવવા જવા માટે ડીએનડી ફ્લાયઓવર વાપરવાની સલાહ આપી છે. 

સિંઘુ બોર્ડર પર ભારે પોલીસ ફોર્સ તૈનાત

5/5
image

આ બાજુ દિલ્હીની સિંઘુ બોર્ડર પર ખેડૂત પ્રદર્શનકારીઓને દિલ્હીમાં ઘૂસતા રોકવા માટે દિલ્હી પોલીસે ભારે સંખ્યામાં પોલીસકર્મી તૈનાત કર્યા છે. દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે બેરિકેડિંગ પણ કરી છે.