આવતીકાલથી લાગુ થઈ જશે વાહન ચાલકો માટે આ ખાસ નિયમ, એક ભૂલ અને લાગશે ભારેખમ દંડ!
FASTag New Rule: ફાસ્ટટેગનો નવો નિયમ સોમવારથી લાગુ થઈ રહ્યો છે. આ અંતર્ગત ફાસ્ટટેગમાં ઓછું બેલેન્સ, પેમેન્ટમાં વિલંબ અથવા ફાસ્ટટેગ બ્લેકલિસ્ટ પર વધારાનો દંડ વસૂલવામાં આવશે.
ફાસ્ટટેગનો નવો નિયમ સોમવારથી લાગુ થઈ રહ્યો છે. આ નિયમ લાગુ કરવા પાછળનો સરકારનો ઉદ્દેશ્ય ફાસ્ટેગમાં સમસ્યાઓના કારણે ટોલ પર વાહનોની લાંબી કતારો ઘટાડવાનો અને મુસાફરીને અનુકૂળ બનાવવાનો છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલયે ફાસ્ટટેગ ઈકોસિસ્ટમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે, જેનો ઉદ્દેશ્ય ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા, વિવાદો ઘટાડવા અને છેતરપિંડી રોકવાનો છે. નવો ફાસ્ટટેગ નિયમ 17 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.
નવા નિયમો હેઠળ જો વાહન ટોલ પાર કરે તે પહેલાં 60 મિનિટથી વધુ સમય સુધી અને ટોલ પાર કર્યા પછી 10 મિનિટ સુધી ફાસ્ટેગ નિષ્ક્રિય રહે છે, તો ટ્રાન્ઝેક્શનને નકારી કાઢવામાં આવશે. સિસ્ટમ 'એરર કોડ 176' લખીને આવી ચુકવણીને નકારશે.
આ ઉપરાંત ટોલ ચૂકવણીને સરળ બનાવવા અને વિવાદો ઘટાડવા માટે ચાર્જબેક પ્રક્રિયા અને કૂલિંગ પિરિયડ તેમજ ટ્રાન્ઝેક્શન નકારવાના નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. નવી માર્ગદર્શિકા અનુસાર જો ટોલ રીડર પરથી વાહન પસાર થયાના 15 મિનિટથી વધુ સમય પછી ટોલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, તો ફાસ્ટટેગ યુઝર્સને વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે.
અપડેટેડ નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETC) માર્ગદર્શિકા મુજબ જો કોઈ વ્યવહારમાં વિલંબ થાય અને યુઝર્સના ફાસ્ટટેગ એકાઉન્ટમાં બેલેન્સ ઓછું હોય તો ટોલ ઓપરેટર જવાબદાર રહેશે. આ અગાઉ યુઝર્સ ટોલબૂથ પર જ ફાસ્ટટેગ રિચાર્જ કરીને આગળ વધી શકતા હતા. નવા નિયમ બાદ હવે યુઝર્સે પહેલા ફાસ્ટેગ રિચાર્જ કરાવવું પડશે.
NPCIના લેટેસ્ટ ડેટા અનુસાર ડિસેમ્બરમાં ફાસ્ટટેગ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 6 ટકા વધીને 38.2 કરોડ થઈ છે, જે નવેમ્બરમાં 35.9 કરોડ હતી. આ ઉપરાંત ફાસ્ટટેગ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 9 ટકા વધીને રૂ. 6,642 કરોડ થયું છે, જે નવેમ્બરમાં રૂ. 6,070 કરોડ હતું.
Trending Photos