'Dangal' ગર્લે કહી તેની દર્દ ભરી કહાની, કહ્યું- તેણે ટચ કર્યા મારા ગાલ 'ને...

'દંગલ' (Dangal) ગર્લ ફાતિમા સના શેખને (Fatima Sana Shaikh) આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. તે હાલમાં જ રિલીઝ થયેલી વેબ ફિલ્મ 'અજીબ દસ્તાન'માં અભિનય કરતી જોવા મળી હતી. તેના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ તેના જીવનને લગતા એક મોટો ખુલાસો કર્યો છે. તેણે ભયંકર ઘટના વિશે જણાવ્યું જેણે તેને અંદરથી હલાવી દીધી.

એકીટસે જોઇ રહ્યો હતો, ઠપકો આપ્યો તો...

1/6
image

તે ઘટનાને યાદ કરતા એક્ટ્રેસે કહ્યું કે, તેની રસ્તા પર એક અજાણ્યા શખ્સે છેડતી કરી હતી. ગત સોમવારના સોશિયલ મીડિયાથી થોડો બ્રેક લેનાર એક્ટ્રેસ ફાતિમાએ (Fatima Sana Shaikh) જણાવ્યું કે, તેને એક શખ્સ એકીટસે જોઈ રહ્યો હતો. તે સમયે તે જીમથી પરત ફરી રહી હતી. તે શખ્સને ફાતિમા સના શેખે ઠપકો આપ્યો. ત્યારબાદ બંને વચ્ચે તુ તુ મેં મેંનો દરો શરૂ થયો. (ફોટો સાભાર: ફાતિમા સના શેખ ઇન્સ્ટાગ્રામ)

તેણે ટચ કર્યા મારા ગાલ...

2/6
image

વિવાદ વધ્યો અને શખ્સે આગળ વધી સનાના ગાલ પર ટચ કર્યું. આ મામલે વધુ ઉકળ્યો, આ આગમાં ઘી નાખવા જેવું હતું. ફાતિમા (Fatima Sana Shaikh) કહે છે, હું રસ્તા પર જઈ રહી હતી. તે દરમિયાન એક છોકરો આવ્યો અને તે મને એકીટસે જોઇ રહ્યો હતો તો મેં કહ્યું- શું જોઈ રહ્યો છે? તેણે જવાબ આપ્યો- જોઇશ, મારી મરજી, મેં કહ્યું- માર ખાવો છે. તેણે તેના જવાબમાં કહ્યું- માર. (ફોટો સાભાર: ફાતિમા સના શેખ ઇન્સ્ટાગ્રામ)

મેં તેને થપ્પડ માર્યો...

3/6
image

ફાતિમા સના શેખે (Fatima Sana Shaikh) વધુમાં કહ્યું, મેં તેને થપ્પડ માર્યો, તેણે બદલામાં મને મુક્કો માર્યો. હું બેહોશ થઈ ગઈ. હું ભાનમાં આવતા જ મારા પિતાને ફોન કરી બોલાવ્યા અને તેમને આ ઘટના વિશે જણાવ્યું. તેઓ બે-ત્રણ લોકોને લઇને આવ્યા. તેમના આવતા જોઇ તે શખ્સ શેરીઓમાં ભાગી ગયો. મારા પિતા, મારો ભાઈ અને તેમના કેટલાક મિત્રો પણ પાછળ ગયા. તે કહી રહ્યા હતા- કોણ હતો જેણે મારી દીકરીને હાથ લગાવ્યો? (ફોટો સાભાર: ફાતિમા સના શેખ ઇન્સ્ટાગ્રામ)

ફાતિમાના પિતા છે ઘણા સપોર્ટિવ

4/6
image

આ ઇન્ટરવ્યૂ દરમિયાન ફાતિમાએ (Fatima Sana Shaikh) કહ્યું કે, તેના પિતા તેને ઘણો સપોર્ટ કરે છે અને તેના માટે મજબૂત સ્તંભની જેમ છે. ગત વર્ષ તેના એક ઇન્ટરવ્યૂમાં ફાતિમા સના શેખે વધુ એક ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, બાકીના લોકોની જેમ તેને પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થવું પડ્યું હતું. (ફોટો સાભાર: ફાતિમા સના શેખ ઇન્સ્ટાગ્રામ)

બાળ કલાકાર હતી ફાતિમા

5/6
image

ફાતિમા (Fatima Sana Shaikh) એક બાળ કલાકાર હતી અને તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. તેમાં 'આન્ટી 420' સામેલ છે. બાદમાં, એક બાળ કલાકાર તરીકે અન્ય કામ કર્યા પછી, તેણે લાંબો વિરામ લીધો હતો. ત્યારબાદ તેણે 2016 માં આમિર ખાન સ્ટાર્ટર 'દંગલ' સાથે સિલ્વર પડદે કમબેક કર્યું હતું. (ફોટો સાભાર: ફાતિમા સના શેખ ઇન્સ્ટાગ્રામ)

આ ફિલ્મોમાં કર્યું કામ

6/6
image

'દંગલ' સિવાય ફાતિમા સના શેખે (Fatima Sana Shaikh) 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 'બિટ્ટુ બોસ' અને 'લુડો'માં પણ દેખાઈ હતી. હવે તે 'Ajeeb Dataans'માં જોવા મળી છે. તેમના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે. લોકોએ તેની ભૂમિકાને ઘણી પસંદ કરી છે. (ફોટો સાભાર: ફાતિમા સના શેખ ઇન્સ્ટાગ્રામ)