માત્ર 15 મિનિટમાં આ ભારતીય ખેલાડીએ બનાવ્યો હતો લગ્નનો પ્લાન, ગુજરાતની યુવતી સાથેની લવ સ્ટોરી છે ખૂબ રસપ્રદ
Ashish Nehra Love Story: ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરા હાલ ચર્ચામાં છે. ગુજરાત ટાઈટન્સનું આઈપીએલ ચેમ્પિયન બનાવ્યા બાદ ચારેબાજુ નહેરાજીની ચર્ચા થઈ રહી છે. હકીકતે નહેરાજી આ ટીમના હેડ કોચ હતા. તેમની દેખરેખમાં જ ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સીરીઝમાં જ શાનદાર પ્રદર્શન કર્યું અને આઈપીએલની ટ્રોફી જીતી.
પરંતુ આશિષ નહેરાજીના જીવનનું એક એવું પણ ગૂઢ રહસ્ય છે જેમાં તેમણે માત્ર 15 મિનિટમાં લગ્નનો પ્લાન બનાવ્યો હતો. નહેરાજીની લવસ્ટોરી પણ ઘણી જ રસપ્રદ છે. આશિષ નેહરા વિશે તો બધા જાણે છે, પરંતુ તેની લવ સ્ટોરી વિશે બહુ ઓછા લોકો જાણે છે.
આશિષ નેહરાએ 2 એપ્રિલ 2009 ના રોજ દિલ્હીમાં ગુજરાતની રૂશ્મા નેહરા સાથે લગ્ન કર્યા, જે એક કલાકાર છે. રૂશ્માનો જન્મ 10 મે 1983ના રોજ ગુજરાતમાં થયો હતો.
વર્ષ 2002માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રૂશ્મા મેચ જોવા માટે ઓવલ પહોંચી હતી, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થઈ હતી અને રૂશ્મા પણ આશિષને પસંદ કરતી હતી. અહીંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.
આશિષ નેહરા અને રૂશ્મા નેહરાએ 7 વર્ષ સુધી એકબીજાને ચોરી છૂપાઈને ડેટ કર્યું હતું. આશિષ નેહરાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે લગ્નનું આયોજન માત્ર 15 મિનિટમાં કરવામાં આવ્યું હતું અને લગ્ન એક અઠવાડિયામાં જ થઈ ગયા હતા.
આશિષ નેહરાએ જ્યારે રૂશ્માને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે તેને રમુજી લાગ્યું અને તેણે કોઈ જવાબ આપ્યો નહોતો, પરંતુ જ્યારે નેહરાએ બીજા દિવસે ફરીથી આ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેને સમજાયું કે તે સાચું હતું અને તેણે લગ્ન માટે હા પાડી દીધી હતી.
તેમના લગ્નના બરાબર 2 વર્ષ બાદ ભારત વર્ષ 2011માં વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું. આશિષ નેહરા તે વખતે ભારતીય ટીમનો હિસ્સો હતો. આશિષ નેહરા અને રૂશ્મા નેહરાને 2 બાળકો છે. પુત્રીનું નામ આરિયાના નેહરા અને પુત્રનું નામ આરુષ નેહરા છે.
Trending Photos