Gay couple enters into wedlock: હૈદરાબાદમાં સમલૈંગિક કપલે ધામધૂમથી કર્યા લગ્ન, જુઓ Photos

1/6
image

Gay Couple Wedding: તેલંગણામાં એક સમલૈંગિક કપલ સુપ્રિયો ચક્રવર્તીઅને અભય ડાંગ લગ્નના તાંતણે બંધાયા. તેમણે પોતાના લગભગ એક દાયકા જૂના સંબંધને આગળ વધારતા લગ્ન કર્યા. તેલંગણાનું આ પહેલું સમલૈંગિક કપલ ગણાઈ રહ્યું છે. (તસવીર-સાભાર chakraborty.supriyo ઈન્સ્ટાગ્રામ)

2/6
image

હૈદરાબાદના એક રિસોર્ટમાં થયેલા વિવાહ સમારોહમાં સુપ્રિયો (31) અને અભય (34) એ એકબીજાને વિટીં પહેરાવી અને પછી એક વિવાહ સમારોહમાં સાથ નિભાવવાનો સંકલ્પ લીધો. સમલૌંગિંક કપલની મિત્ર સોફિયા ડેવિડે આ લગ્ન કરાવ્યા. સોફિયા પોતે LGNTQ સમુદાયમાંથી આવે છે. (તસવીર-સાભાર chakraborty.supriyo ઈન્સ્ટાગ્રામ)

3/6
image

પોતાના લગ્નને લઈને સુપ્રિયોએ કહ્યું કે આ લગ્ને બધાને સંદેશ આપ્યો છે કે ખુશ રહેવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી. લગ્ન સમારોહમાં બંનેના પરિવારના સભ્યો અને કેટલાક મિત્રો  ભેગા થયા હતા.(તસવીર-સાભાર chakraborty.supriyo ઈન્સ્ટાગ્રામ)

4/6
image

સમારોહ બંગાળી અને પંજાબી રિતી રિવાજથી થયા કારણ કે સુપ્રિયો બંગાળથી આવે છે અને અભય દિલ્હીથી. લગ્નમાં બેંડબાજા, મહેંદી, રિંગ સેરેમની જેવી રસ્મો નિભાવવામાં આવી. સુપ્રિયો અને અભયના લગ્ન ખુબ ધામધૂમથી થયા. (તસવીર-સાભાર chakraborty.supriyo ઈન્સ્ટાગ્રામ)

5/6
image

બંને હૈદરાબાદમાં નોકરી કરે છે. સુપ્રિયો હોટલ મેનેજમેન્ટના ફિલ્ડમાં જોબ કરે છે અને હાલ એક મલ્ટીનેશનલ કંપનીમાં કાર્યરત છે. આ કપલ 8 વર્ષથી રિલેશનશીપમાં હતું પરંતુ તેમણે હવે લગ્ન કરી લીધા છે. (તસવીર-સાભાર chakraborty.supriyo ઈન્સ્ટાગ્રામ)

6/6
image

આ લગ્નમાં હાજરી આપવા આવેલા એક મહેમાને કહ્યું કે ધીરે ધીરે લોકોના વિચાર બદલાઈ રહ્યા છે. આજનો નજારો જોઈને અહેસાસ થઈ રહ્યો છે. સમાજ બદલાઈ રહ્યો છે. લોકો મંજૂર કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે હાલ આ લગ્ન ખુબ ચર્ચામાં છે. (તસવીર-સાભાર chakraborty.supriyo ઈન્સ્ટાગ્રામ)