Get Rid of Rats: ઝેરી દવા કે પીંજરું નહીં મુકવું પડે, રાત્રે ઘરમાં આ 5 માંથી કોઈ 1 વસ્તુ રાખી સુઈ જાવ, ઉંદરથી છૂટકારો મળી જશે

Get Rid of Rats: ઘરમાં એક ઉંદર પણ આવી જાય તો ઉધમ મચાવી દે છે. ઉંદરથી છુટકારો મેળવવો હોય અને તે પણ ઝેરી દવા વિના તો આ 5 ઉપાય મદદગાર સાબિત થઈ શકે છે. આજે તમને એવા 5 ઉપાય જણાવીએ જેને કરવાથી ઉંદર ઘરમાં મરશે નહીં અને ભાગી પણ જશે. 

ચણાનો લોટ 

1/6
image

ઉંદરને ભગાડવાનો સૌથી પ્રભાવી ઉપાય છે ચણાનો લોટ અને તંબાકુ, એક વાટકીમાં ચણાનો લોટ અને તંબાકુ મિક્સ કરી રાખી દો. આ મિશ્રણમાં ઘી પણ ઉમેરી શકાય છે. આ વસ્તુ ખાધા પછી ઉંદર ઘરમાં ટકશે નહીં.

કપૂર

2/6
image

કપૂરની તીવ્ર સુગંધ ઉંદરને પસંદ નથી. ઉંદરથી છુટકારો મેળવવો હોય તો ઘરના અલગ અલગ ખૂણે કપૂર રાખવા લાગો.

ફટકડી

3/6
image

ઉંદર ભગાડવા માટે ફટકડી મદદરૂપ થશે. ફટકડીના ટુકડાને પાણીમાં મિક્સ કરી આ પાણી એ જગ્યાએ છાંટી દો જ્યાં ઉંદર વારંવાર આવતા હોય. 

લાલ મરચું

4/6
image

લાલ મરચાંની તીવ્ર ગંધ ઉંદરને ભગાડે છે. ઉંદર જ્યાંથી આવતા હોય તે જગ્યાએ લાલ મરચું પાવડર છાંટી દેવું, જો ઘરમાં બાળકો અને પાલતુ પ્રાણી હોય તો આ ઉપાય કરવામાં સાવધાની રાખવી.

ફુદીનાનું તેલ

5/6
image

ફુદીનાના તેલની ગંધથી ઉંદર દુર ભાગે છે. આ તેલમાં રુ પલાળી ઉંદર નીકળતા હોય તે જગ્યાએ રાખી દેશો તો ઉંદર ઘરમાં આવવાનું જ બંધ કરી દેશે.

6/6
image