ઉંચો ગઢ ગિરનાર વાદળોથી વાતો કરે છે, ચોમાસામાં એવુ રૂપ ધારણ કરે છે કે આંજો અંજાઈ જાય
જૂનાગઢના ગિરનારની પર્વતમાળામાં ચોમાસામાં પ્રકૃતિનું રૂપ સોળે કળાએ ખીલે છે. ચોમાસા દરમિયાન ગિરનાર ક્ષેત્રમાં પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળે છે
સાગર ઠાકર/જૂનાગઢ :ચોમાસામાં ગિરનાર પર્વત લીલોછમ બની જાય છે. એક સુંદર કુદરતી નજારો જોવા મળે છે. કહેવાય છે કે ઉંચો ગઢ ગિરનાર (girnar) વાદળથી વાતો કરે છે. ચોમાસાંમાં વરસાદ બાદ સમગ્ર પર્વતમાળા લીલીછમ બની જાય છે, નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે. ત્યારે આ આહલાદક નજારાની તસવીરો સામે આવી છે.
ગિરનાર પર્વતમાળા વરસાદના કારણે લીલુંછમ બની જાય છે. લીલાછમ વૃક્ષોનો નજારો તન અને મનને એક ઠંડકનો અનુભવ કરાવે છે. આ નજારો માણવા અને ચોમાસામાં ગુરૂ દત્તાત્રેય અને માઁ અંબાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવે છે અને આધ્યત્મ સાથે કુદરતી સૌદર્ય પણ માણે છે.
જૂનાગઢના ગિરનારની પર્વતમાળામાં ચોમાસામાં પ્રકૃતિનું રૂપ સોળે કળાએ ખીલે છે. ચોમાસા દરમિયાન ગિરનાર ક્ષેત્રમાં પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળે છે. ગિરનાર અને આસપાસના ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. જૂનાગઢમાં ચોમાસા દરમિયાન પ્રકૃતિનું સૌદર્ય માણવાનો એક અનેરો લ્હાવો છે અને પ્રકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રવાસનની દ્રષ્ટિએ પણ વિદેશોને ભૂલાવે તેવું જૂનાગઢનું પ્રાકૃતિક સૌદર્ય છે. ગિરનારની પ્રાકૃતિક સુંદરતાનો લ્હાવો માણવા જેવો છે.
Trending Photos